Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ન્યુઝીલેન્ડ ટીમને લાગ્યો મોટો ઝટકો : ટીમના સ્ટાર ખેલાડી ટોડ એસ્લેએ રેડ બોલ ક્રિકેટથી નિવૃત્તિ લીધી

ટોડ એસ્લેએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાની ટીમ કેંટરબરી તરફથી ૩૦૩ વિકેટ ઝડપી હતી

મુંબઈ : ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે હેમિલ્ટનમાં ત્રીજી ટી-૨૦ મેચ રમાવવાની છે, પરંતુ આ અગાઉ ન્યુઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. ન્યુઝીલેન્ડના અનુભવી લેગ સ્પિનર ટોડ એસ્લેએ રેડ બોલ ક્રિકેટથી નિવૃત્તિ લઇ લીધી છે. તેમને સીમિત ઓવર ક્રિકેટ પર સંપૂર્ણ ધ્યાન લગાવવા માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેની સાથે ભારત એ સામે આગામી ફર્સ્ટ ક્લાસ સીરીઝમાં પણ તે ન્યુઝીલેન્ડ એ તરફથી રમ્યા નહોતા. ૩૩ વર્ષના ટોડ એસ્લેની ટેસ્ટ કારકિર્દી આઠ વર્ષની લગભગ રહી, પરંતુ તેમને માત્ર ટેસ્ટ મેચ જ રમી છે.

ન્યુઝીલેન્ડ એ અને ઇન્ડિયા એની વચ્ચે બે ફર્સ્ટ ક્લાસ મેચની સીરીઝ રમાશે. પ્રથમ મેચ ૩૦ જાન્યુઆરી અને બીજી મેચ સાત ફ્રેબુઆરીના રમાશે.

ટોડ એસ્લેએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાની ટીમ કેંટરબરી તરફથી ૩૦૩ વિકેટ લીધી અને તેમને કેટરબરી તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સર્વાધિક વિકેટ લેનાર બોલરના રૂપમાં પોતાની રેડ બોલ કારકિર્દીનો અંત કર્યો છે. ટેસ્ટ ક્રિકેટની કારકિર્દી માટે ન્યુઝીલેન્ડના પસંદગીકર્તા ગાવિન લાર્સને ટોડ એસ્લેને શુભકામનાઓ પાઠવી છે

(12:15 pm IST)