Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

કતાર ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં નહીં રમે ઈજાગ્રસ્ત સોંગા

નવી દિલ્હી: ફ્રાન્સના ટેનિસ સ્ટાર સોંગાએ દોહામાં યોજાનારી કતાર ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં રમવાનો નિર્ણય લીધો છે. ૩૨ વર્ષના સોંગાને તારીખ ૧૫મી જાન્યુઆરીથી શરૃ થઈ રહેલા સિઝનના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેવાની આશા છે, જેના કારણે તેણે કતાર ઓપનમાથી નામ પાછુ ખેંચી લીધું છેવર્લ્ડ રેન્કિંગમાં ૧૫મું સ્થાન ધરાવતા સોંગાએ ૨૦૧૨માં દોહા ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં ચેમ્પિનયશીપ મેળવી હતી. જોકે તેને છેલ્લા કેટલાક સમયથી ઘુંટણની ઈજા સતાવી રહી છે. ગત વર્ષે તે એન્ટવર્પમાં ટુર્નામેન્ટ જીત્યો હતો અને વિયેનામાં રમાયેલી એટીપી ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ્યો હતો

(6:05 pm IST)