Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

૧૪મીથી ઢાકામાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીઃ ભારતનો પ્રથમ મેચ દક્ષિણ કોરીયા સામે

૧૫મીએ બાંગ્લાદેશ અને ૧૭મીએ પાકિસ્તાન સામે જંગ

નવી દિલ્હીઃ ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીતસિંહ ૧૪ થી ૨૨ ડિસેમ્બર દરમિયાન ઢાકામાં યોજાનારી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ૨૦ સભ્યોની ટીમનું નેતૃત્વ કરશે.  અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશ ટીમમાં સામેલ નથી. ભારત ચેમ્પિયનશિપમાં પોતાના અભિયાનની શરૂઆત પહેલા દિવસે દક્ષિણ કોરિયા સામે કરશે. સિંગલ-પૂલ ટૂર્નામેન્ટમાં જાપાન, મલેશિયા, પાકિસ્તાન બાંગ્લાદેશની ટીમો પણ ભાગ લેશે.  હરમનપ્રીત સિંહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ફોરવર્ડ લાઇનનું નેતૃત્વ લલિતકુમાર ઉપાધ્યાય, દિલપ્રીતસિંહ, ગુરસાહિબ જીતસિંહ શિલાનંદ લાકરા કરશે.

  ભારત તેની બીજી મેચ ૧૫ ડિસેમ્બરે બાંગ્લાદેશ સામે રમશે.  તેમની ત્રીજી મેચ ૧૭ ડિસેમ્બરે પાકિસ્તાન સામે થશે, ભારત ૧૮ ડિસેમ્બરે મલેશિયા સામે અને ૧૯ ડિસેમ્બરે જાપાન સામે રમશે.સેમી ફાઈનલ ૨૧ ડિસેમ્બરે રમાશે જ્યારે ફાઈનલ ૨૨ ડિસેમ્બરે રમાશે. ભારતીય પુરૂષ હોકી ટીમના ગોલકીપર્સઃ કૃષ્ણ બહાદુર પાઠક, સૂરજ કરકેરા.  ડિફેન્ડર્સઃ હરમનપ્રીતસિંઘ, ગુરિન્દરસિંઘ, જર્મનપ્રીત સિંહ, દીપસનટિર્કી, વરુણ કુમાર, નીલમ સંજીવ જેસ, મનદીપ મોર. મિડફિલ્ડર્સઃ હાર્દિકસિંહ, મનપ્રીત સિંહ (કેપ્ટન), જસકરણ સિંહ, સુમિત, રાજકુમાર પાલ, આકાશદીપ સિંહ, શમશેર સિંહ. ફોરવર્ડઃ લલિત કુમાર ઉપાધ્યાય, દિલપ્રીત સિંહ, ગુર સાહિબજીત સિંહ, શિલાનંદ લાકરા.

(11:37 am IST)