Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

દ્રવિડને કોચીંગમાં વધુ સફળતા મળશે

અશ્વિન, જાડેજા મારા શ્રેષ્ઠ ઓલરાઉન્ડર,હાર્દિકને ઓલરાઉન્ડર કેવી રીતે કહીશું?: કપિલ

નવી દિલ્હીઃ ૧૯૮૩માં ભારતને પોતાની કપ્તાનીમાં વર્લ્ડ કપનો ખિતાબ જીતાડનાર કપિલ દેવે હાર્દિકની બોલિંગ ક્ષમતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે જો તે બોલિંગ નહીં કરે તો અમે તેને ઓલરાઉન્ડર કેવી રીતે કહીશું?

કપિલ અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને તેના ફેવરિટ ઓલરાઉન્ડર તરીકે નામ આપતા કહ્યું હું કહીશ કે અશ્વિન અને જાડેજા બંને શાનદાર કામ કરી રહ્યા છે. મને આ દિવસોમાં માત્ર ક્રિકેટ જોવાની મજા આવે છે.

રાહુલ દ્રવિડને ક્રિકેટર તરીકે જેટલી સફળતા મળી છે, તેનાથી વધુ સફળતા તેને કોચિંગમાં મળશે. દ્રવિડે હાલમાં જ ન્યુઝીલેન્ડ સામેની ટી૨૦ સીરીઝમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે નવી ઈનિંગ શરૂ કરી છે.

(11:36 am IST)