Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ફિન્ચ-વોર્નરની ચોથીવાર ૧૫૦ રનની ભાગીદારી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન-ડે : ઓસ્ટ્રેલિયા તરફથી વન-ડેમાં ઝડપી ૫૦૦૦ રન કરનાર ફિંચ બીજો ખેલાડી, અગાઉ વોર્નરે આ સિધ્ધિ નોંધાવી છે

સિડની, તા. ૨૭ : ભારત અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીની શરૂઆત સિડનીમાં થઈ ગઈ છે. પહેલી વનડે  મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ઑસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન એરોન ફિંચ અને ડેવિડ વૉર્નરે જોરદાર બેટિંગ કરતા ભારતીય બૉલરોની ધોલાઈ કરી. કેપ્ટન ફિંચે તો મેદાનની ચારેય બાજુ રન બનાવ્યા અને સદીની સાથે પોતાના હજાર રન પુરા કર્યા. મેચ પહેલા ફિંચને હજાર વનડે રન માટે ૧૭ રનોની જરૂર હતી. તેણે જસપ્રીત બુમરાહના પાંચમા બૉલ પર ઉપલબ્ધિ મેળવી.

ફિંચ હવે ઑસ્ટ્રેલિયા તરફથી સૌથી ઝડપી હજાર રન બનાવનારો બીજો ખેલાડી બની ગયો છે. તેણે ૧૨૬ ઇનિંગમાં ઉપલબ્ધિ મેળવી. મામલે તેનો સાથી ખેલાડી ડેવિડ વૉર્નર પહેલા નંબર પર છે. તેણે ૧૧૫ ઇનિંગમાં કારનામું કર્યું હતુ. ઉલ્લેખનીય છે કે પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઑસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વૉર્નર અને એરોન ફિંચની જોડીએ પહેલી વિકેટ માટે ૧૫૬ રનની ભાગેદારી કરી. ફિંચે પોતાની ૧૭મી સદી પૂર્ણ કરી, તો વૉર્નરે અડધી સદી ફટકારી.

આઉટ થયા પહેલા ફિંચે ચોગ્ગા અને છગ્ગાની મદદથી ૧૨૪ બૉલમાં ૧૧૪ રન બનાવ્યા. ઉરાંત એરોન ફિંચ અને ડેવિડ વૉર્નરે વધુ એક રેકૉર્ડ બનાવ્યો છે. વૉર્નર અને ફિંચની જોડીએ ભારતની સામે વાર ૧૫૦થી વધારે રનની ભાગીદારી કરી છે જે કોઈ પણ ટીમના ઑપનરો દ્વારા બીજી ટીમ વિરુદ્ધ સૌથી વધુ છે. ઑસ્ટ્રેલિયા તરફથી સૌથી વદું ૧૦૦થી વધુ રનની ભાગીદારી કરવાના મામલે ફિંચ અને વૉર્નરની જોડી ત્રીજા નંબરે પહોંચી ગઈ છે.

(9:09 pm IST)
  • ' કૌન બનેગા કરોડપતિ ' શો વિવાદમાં : 64 લાખ રૂપિયાનો પ્રશ્ન : 1927 ની સાલમાં ડો.ભીમરાવ આંબેડકરના અનુયાયીઓએ કયા હિન્દૂ ધર્મગ્રંથના પાના બાળી નાખ્યા હતા ? : મહાનાયક અમિતાબ બચ્ચને હોટ સીટ ઉપરથી પૂછેલો પ્રશ્ન હિન્દુઓની ધાર્મિક લાગણી ઉશ્કેરનારો : મુઝફ્ફર કોર્ટમાં ફરિયાદ access_time 11:31 am IST

  • પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીને એક જ દિવસમાં બે ઝટકા : ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર સુવેન્દુ અધિકારીએ રાજીનામુ આપ્યું : ધારાસભ્ય મિહિર ગોસ્વામીનું પણ રાજીનામુ : મિહિર ગોસ્વામી ભાજપમાં જોડાશે : રાજ્ય ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષની કોમેન્ટ ' તૃણમૂલના અંતનો આરંભ ' access_time 8:27 pm IST

  • મોડી રાત્રે કાશ્મીરના કેટલાક ભાગોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો. વધુ વિગત મેળવાય રહી છે. access_time 1:09 am IST