Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

જીવનની વિશેષ પળે પત્નિ સાથે રહેવા માગું છું: વિરાટ કોહલી

વિરૂષ્કાને ૨૦૨૧માં બાળકનો જન્મ થવાનો છે : ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ગયેલા ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ પેટરનીટી લિવ ઉપર અંતે સ્પષ્ટતા કરી

સિડની, તા. ૨૭ : વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહેલીવાર પેરેન્ટ્સ બનવાના છે. અનુષ્કા શર્મા પ્રેગ્નેન્સીમાં પણ શૂટિંગ કરી હોવાથી તેની ચર્ચા થઈ રહી છે. જ્યારે વિરાટ કોહલીના પેટરનિટી લીવ લેવાના નિર્ણયની વાહવાહી થઈ રહી છે. વિરાટ કોહલીએ બાળકના જન્મ સમયે પત્ની અનુષ્કા સાથે રહેવા માટે તેની ઓસ્ટ્રેલિયા ટૂર ટૂંકાવી દીધી છે. ઓસ્ટ્રેલિયામાં પહેલી ટેસ્ટ પૂરી થાય પછી વિરાટ પત્ની પાસે પાછો આવી જશે. વિરાટના જણાવ્યા અનુસાર તે બાળકના જન્મની સુંદર ક્ષણને માણવા માગે છે.

ગુરુવારે વર્ચ્યૂઅલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિરાટ કોહલીએ પોતાની પેટરનિટી લીવ વિશે વાત કરી હતી. તેણે કહ્યું, સિલેક્શન કમિટી સમક્ષ વાત મૂકવામાં આવી હતી અને નિર્ણય લેવાયો હતો કે હું પહેલી ટેસ્ટ પછી પરત આવી જઈશ. ક્વોરન્ટીન પીરિયડ પણ પાળવાનો હોવાથી જવા માટે સમય નક્કી કરાયો છે. અમારા પહેલા બાળકના જન્મ માટે હું મારી પત્ની સાથે રહેવા માગુ છું. અમારા જીવનની ખૂબ ખાસ અને સુંદર ક્ષણ હશે. નિર્ણય અંગે સિલેક્ટર્સ સાથે વાત કરી હતી. કોહલીના મતે હંમેશાથી તે ઈચ્છતો હતો કે બાળકના જન્મ વખતે પત્ની અનુષ્કા સાથે હોય. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા બીસીસીઆઈએ વિરાટ કોહલીની પેટરનિટી લીવ મંજૂર કરી હતી.

દરમિયાન, અનુષ્કા શર્મા પોતાના પેન્ડિંગ પ્રોજેક્ટ્સનું શૂટિંગ કરી રહી છે. છેલ્લા થોડા દિવસથી અનુષ્કા બેક ટુ બેક શૂટિંગ કરી રહી છે. શૂટિંગ દરમિયાન તેનો મોટો થઈ રહેલો બેબી બંપ પણ જોવા મળે છે. અનુષ્કા શર્મા છેલ્લે આનંદ એલ. રાયની ફિલ્મ 'ઝીરો'માં જોવા મળી હતી. ફિલ્મમાં અનુષ્કા ઉપરાંત શાહરૂખ ખાન અને કેટરિના કૈફ પણ હતા. ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ બંને તરફથી મિશ્ર પ્રતિભાવ મળ્યો હતો. જણાવી દઈએ કે, વર્ષે ઓગસ્ટ મહિનામાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પોતપોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર સૌને 'ગુડ ન્યૂઝ' આપ્યા હતા. અનુષ્કાની બેબી બંપવાળી તસવીર શેર કરીને કપલે લખ્યું હતું કે, જાન્યુઆરી ૨૦૨૧માં તેમના પ્રથમ સંતાનનો જન્મ થવાનો છે. અનુષ્કા શર્મા થોડા દિવસ પહેલા મુંબઈ આવી છે. આઈપીએલની મેચ ચાલતી હતી ત્યારે તે પતિ વિરાટ સાથે દુબઈમાં હતી. આઈપીએલની સીઝન પૂરી થયા પછી વિરાટ ઓસ્ટ્રેલિયા રવાના થયો હતો જ્યારે અનુષ્કા મુંબઈ પરત આવી હતી.

(7:38 pm IST)
  • ચેન્નાઈમાં આવકવેરાનું મેગા ઓપરેશન ચાલુ: આ લખાય છે ત્યારે તામિલનાડુના ચેન્નાઈમાં જબરજસ્ત મોટું આવકવેરાનું ઓપરેશન શરૂ થઈ ગયું છે વિગતો મેળવાઇ રહી છે.. "ન્યૂઝફર્સ્ટ" access_time 10:49 am IST

  • મહેબુબા મુફતી ફરી નજર કેદમાં : પુત્રી ઈલ્તીજાની જાહેરાત : કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતીને આજે સવારે ફરીથી તેમના નિવાસસ્થાને નજર કેદ કરવામાં આવ્યા છે : મહેબુબા મુફતીની પુત્રી ઈલ્તીજાએ આ વાતની જાહેરાત કરી હતી : તેણે કહેલ કે શું આપણે આને લોકશાહી કહેશુ જયાં લોકોને વાણી સ્વતંત્રતા કે વિચારો વ્યકત કરવાનો પણ કોઈ અધિકાર નથી : જો કે સત્તાવાર હજુ સુધી આવી કોઈ જાહેરાત થઈ નથી access_time 1:08 pm IST

  • સરકાર આખરે ઝુકી : દિલ્હીમાં ખેડૂતોને દેખાવો કરવા મંજૂરીઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે access_time 3:53 pm IST