Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ટીમ ઇન્ડિયાને ઝટકો : શિખર ધવન વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણીમાંથી બહાર

શિખર ધવનની જગ્યાએ સંજૂ સેમસનને ટીમમાં સામેલ કરવામાં આવે તેવી શકયતા

મુંબઈ : ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે શ્રેણી 6 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે, તે પહેલાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ઓપનર શિખર ધવનને વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો છે. શિખર ધવનને ઘૂંટણની ઈજા થઈ હોવાનું સામે આવ્યુ છે, જે તેને સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની મેચ દરમિયાન પહોચી હતી. શિખર ધવનને ઇજા પહોચી હોવાના કારણે તેની જગ્યા સંજૂ સેમસન લઇ શકે છે.

   અત્રે ઉલેલ્ખનીય છે કે શિખર ધવને પોતાની ઇજાનો ફોટો ટ્વિટર પર શેર કર્યો છે. તે સમયે એવું માનવામાં આવ્યુ હતું કે શિખર ધવન આ સિરીઝ સુધી ઠીક થઈ જશે, પરંતુ હવે એવું બનતું જણાતું નથી. આવી સ્થિતિમાં શિખર ધવનની જગ્યાએ સંજૂ સેમસનને ટીમમાં સામેલ કરવામાં આવે તેવી સંભાવનાઓ છે. આ શ્રેણી માટે 21 નવેમ્બરનાં રોજ જ્યારે ટીમની ઘોષણા કરવામાં આવી હતી, ત્યારે સંજૂ સેમસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો, હવે સંભાવના છે કે તે ટીમ સાથે જોવા મળશે.

(1:42 pm IST)