Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

કોમનવેલ્થ ગેમ્સ 2022માં મહિલા ક્રિકેટ રમાડવા માટે આઈસીસીએ મુક્યો પ્રસ્તાવ

ઇંગ્લેન્ડના બર્મિંઘમમાં 2022માં થનાર કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ક્રિકેટ ટી20નો સમાવેશ કરાવવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરીષદ (આઈસીસી)એ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આઈસીસીએ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને સાથે રાખીને આ આવેદન આપ્યું છે. કોમનવેલ્થ ગેમ્સમાં માત્ર એકવાર 1998 (કુઆલાલમ્પુર)માં પુરૂષ ક્રિકેટની મેચ રમાઇ હતી. ત્યારે દ.આફ્રિકાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

    આ અંગે આઈસીસીએ કહ્યું કે, 'મુખ્ય હેતું ક્રિકેટ અને ખાસ કરીને મહિલા ક્રિકેટને પ્રોત્સાહન મળે તે માટે એક પહેલ કરવામાં આવી છે. વિશ્વભરમાં મહિલાઓને આ અંગે પ્રેરિત કરવાની વૈશ્વિક રણનીતિ છે.' કોમનવેલ્થમાં 8 ટીમોને બે ગ્રુપમાં વહેચીને બે સ્થળોએ 8 દિવસમાં 16 મહિલા ક્રિકેટ મેચ રમાડવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

(12:32 am IST)