Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

મેરીકોમ આ ગીત ગાઈને થઇ ભાવુક: વિડીયો આવ્યો સામે

નવી દિલ્હી:ભારતની દિગ્ગજ બોક્સર એમસી મેરી કોમે હાલમાં જ 10મી આઇબા મહિલા વિશ્વ બોક્સર ચેમ્પિયનશીપની સર્વશ્રેષ્ઠ બોક્સર જાહેર કરવામાં આવી છે. આઇબા પેનલે 35 વર્ષીય મેરી કૉમને ચેમ્પિયનશીપમાં ભાગ લેનારી હરીફમાં સર્વશ્રેષ્ઠ બોક્સર પસંદ કરી છે. મેરી કૉમે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં છઠ્ઠો ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. મેરી કૉમ છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બાદથી સતત ચર્ચામાં છે. હવે મેરી કૉમનો એક ખૂબ સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં મેરી કૉમ એક સરસ અંદાજમાં ગીત ગાઇ રહ્યો છે. મેરી કૉમ 1960માં આવેલી ફિલ્મ દિલ અપના ઓપ પ્રીત પરાઇનું ગીત અજીબ દાસ્તા હે યે, કહા શુરૂ કહા ખતમ ગાઇ રહી છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ફેન્સ આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું છે કે જો મેરી કૉમ મજબૂત છે તે સોફ્ટ અને રોમેન્ટિર પણ છે. મેરી કૉમ સુપર લેડી છે. જણાવી દઇએ કે મેગ્નીફિસેંટ મેરી નામથી પ્રખ્યાત 35 વર્ષની મૈરી કૉમે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમના કે.ડી.જાધવ હોલમાં જારી 10મી આઇબા મહિલા વિશ્વ ચેમ્પિયનશિપના 48 કિલોગ્રામ ભરાવર્ગના ફાઇનલમાં યુક્રેનની હના ઓખોટાને 5-0થી ટક્કર આપી ગોલ્ડ મેડલ પર પોતાનો કબજો જમાવ્યો હતો. મેરી કૉમે કહ્યું કે આ મારા માટે ખાસ છે. કારણકે અંહી હું મારા ઘરેલું દર્શકોની સામે હતી અને અલગ કિગ્રામાં હતી. મે ગત પદક 2010માં જીત્યો હતો. હું મારા ઘરેલું દર્શકોની સામે હંમેશા દબાણમાં હતી. તેને કહ્યું કે હું મારો મેડલ દેશને સમર્પિત કરુ છું.

 

(5:24 pm IST)