Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

પૂર્વ વિકેટ કિપર અજય રાત્રાએ ફિલ્ડીંગ કોચ માટે અરજી કરી

૬ ટેસ્ટ, ૧૨ વન-ડે રમી ચુકયા છે, કોચીંગનો અનુભવઃ આઇપીએલમાં દિલ્હીની ટીમ સાથે કામ કર્યુ

નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર અજય રાત્રાએ ભારતીય ક્રિકેટ ટીમના ફિલ્ડિંગ કોચના પદ માટે અરજી કરી છે. ફરીદાબાદમાં જન્મેલા ૩૯ વર્ષીય રાત્રાએ છ ટેસ્ટ અને ૧૨ વનડે ઉપરાંત ૯૯ ફર્સ્ટ કલાસ મેચ રમી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં હરિયાણાનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા ભૂતપૂર્વ ખેલાડી પાસે કોચિંગનો સારો અનુભવ છે.  તે હાલમાં આસામના મુખ્ય કોચ છે અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી પહેલા ટીમના કેમ્પ માટે પૂર્વોત્તર રાજ્યમાં છે.  આ ટી-૨૦ ટૂર્નામેન્ટ ૪ નવેમ્બરથી શરૂ થશે.

  આઈપીએલમાં, તેણે દિલ્હી કેપિટલ્સ સાથે કામ કર્યું છે અને ભૂતકાળમાં તે ભારતીય મહિલા ટીમ સાથે પણ સંકળાયેલી છે.  રાત્રા નેશનલ ક્રિકેટ એકેડમીમાં પણ નિયમિત છે અને તેણે રિદ્ધિમાન સાહા અને રિષભ પંત જેવા ભારતના વિકેટકીપર સાથે કામ કર્યું છે.  બીસીસીઆઇએ ભારતીય ટીમ માટે વિવિધ કોચિંગ પદો માટે અરજીઓ મંગાવી છે.

(3:54 pm IST)