Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

વિરાટે ફોન ઉપર પંતને કહયું, તું આગામી મેચમાં નહિ રમે

સ્ટાર સ્પોર્ટસે જાહેરાત બહાર પાડી

નવી દિલ્હીઃ ટી-૨૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે કારમી હાર બાદ ભારતીય ટીમની આગામી મેચ ૩૧ ઓકટોબરે ન્યૂઝીલેન્ડ સામે છે.  જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન પર ઘણા સવાલો ઉભા થયા હતા.  ટીમના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને લઈને ઘણું સસ્પેન્સ હતું.  પરંતુ અંતે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.  પાકિસ્તાન સામે તે ઘણો મોંઘો સાબિત થયો હતો.  આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે ન્યુઝીલેન્ડ સામે ટીમની પ્લેઈંગ ઈલેવન કેવી રીતે ઉતરશે? 

આ મેચ પહેલા વર્લ્ડ કપના પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચની તૈયારીઓ તેજ કરી દીધી છે.  સ્ટાર સ્પોર્ટ્સે વિરાટ કોહલી ઋષભ પંત માટે એક જાહેરાત બહાર પાડી છે.  આ જાહેરાતમાં કોહલી ન્યૂઝીલેન્ડ સામેની મેચ દરમિયાન પંતને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવાની વાત કરી રહ્યો છે.

  આ જાહેરાતમાં કેપ્ટન કોહલી ઋષભ પંત એકબીજાને ફોન કરતા જોવા મળે છે.  આમાં, બંને વચ્ચે આગામી મેચ વિશે વાતચીત થઈ રહી છે, જેમાં પંત ચાહકો તરફથી મળી રહેલા સૂચનો વિશે જણાવે છે.  આ દરમિયાન કોહલી આગામી મેચમાં પંતને હટાવવાની વાત કરે છે.  આ સાંભળીને ઋષભ વિચારમાં પડી જાય છે.

(3:52 pm IST)