Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

ટીમ ઇન્ડિયાનો સેમી-ફાઇનલમાં પહોંચવાનો માર્ગ અત્યંત કઠિન

ટીમ ઇન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામે યેનકેન પ્રકારે જીતવું જ પડશેઃ એ સિવાય અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબિયાની સામે મોટા અંતરથી જીતવું પડશે

નવી દિલ્હી, તા.૨૬: ક્રિકેટ સહિત કોઈ પણ ગેમમાં જીત-હારના પરિણામનું પાસું ગમે ત્યારે બદલાઈ શકે છે. T૨૦ વર્લ્ડ કપ જીતવા ટીમ ઇન્ડિયા મોટી દાવેદાર હતી, પણ પાકિસ્તાન સામે શરમજનક હારે ટીમ ઇન્ડિયાને ફસાવી દીધી છે અને હવે સ્કોટલેન્ડ સામે અફદ્યાનિસ્તાનની જીતે ગ્રુપ-૨માં હલચલ મચાવી દીધી છે. ટીમ ઇન્ડિયા હવે સેમી-ફાઇનલમાં પહોંચશે જ એવી કોઈ ગેરન્ટી નથી.

આ વખતના T૨૦ વર્લ્ડ કપના સુપર ૨૦માં ટીમોને બે ગ્રુપમાં રાખવામાં આવી છે અને બંને બે-બે ટીમોને સેમી ફાઇનલમાં પ્રવેશ મળશે. આમ કુલ આઠ ટીમોના કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ થશે. જોકે નોકઆઉટ સ્ટેજમાં ટીમોમાં પહોંચવા માટે એડીચોટીનું જોર લગાવવું પડશે.

હાલ ગ્રુપ-૨ના પોઇન્ટ્સ ટેબલમાં જોઈએ તો અફઘાનિસ્તાનના ૨-૨ અંક છે, પણ સ્કોટલેન્ડની સામે ૧૩૦ રનોથી જીત મેળવ્યા પછી અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ ક્રમાંકે છે. તેમનો રન રેટ ૬.૫૦૦ (+): છે. જયારે પાકિસ્તાનનો નેટ રન રેટ (+) ૦.૯૭૩ છે, પણ પાકિસ્તાનથી હાર્યા પછી ટીમ ઇન્ડિયાનો ચોખ્ખો રન રેટ (-) ૦.૯૭૩ છે, જયારે ન્યુ ઝીલેન્ડે પહેલી મેચ રમવાની બાકી છે.

ટીમ ઇન્ડિયાએ ન્યુ ઝીલેન્ડ સામે યેનકેનપ્રકારે જીતવું જ પડશે. એ સિવાય અફદ્યાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબિયાની સામે મોટા અંતરથી જીતવું પડશે. વળી, જો ટીમ ઇન્ડિયા મેચ જીતી પણ જશે તો તો ટીમ સેમી ફાઇનલમાં પહોંચવાની ગેરન્ટ નથી. ટીમ ઇન્ડિયાનો નેટ રન રેટ અન્ય ટીમોની જીત-હાર પર નિર્ભર રહેશે.(

(2:53 pm IST)