Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

વન-ડેમાં સતત ત્રણ સદી બનાવનાર કોહલી બન્યો પહેલો ભારતીય ખેલાડી

પુણેમાં સદી પહેલા ગૌહાટી અને ત્યારબાદ વિશાખાપટ્ટનમમાં સેન્ચુરી ફટકારી હતી

પુણે :ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની વન-ડે કારકિર્દીમાં વધુ એક સિદ્ધી નોંધાવી છે. કોહલી સતત ત્રણ વન-ડે આંતરરાષ્ટ્રીય મેચોમાં સદી ફટકારનાર ભારતનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. કોહલીએ શનિવારે પુણેમાં પોતાની ODI કારકિર્દીની 38મી સદી બનાવી હતી.કોહલીએ 110 બોલમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી પોતાની વન-ડે કારકિર્દીની 38મી સદી ફટકારી હતી.તેમણે જેસન હોલ્ડરના બોલમાં એક રન લઈને આ સદી ફટકારી હતી .   આ પહેલા કોહલીએ ગુવાહાટીમાં રમાયેલી શ્રેણીની પ્રથમ વન-ડેમાં 140 રન બનાવ્યા હતાં. ત્યારબાદ વિશાખાપટ્ટનમાં રમાયેલી મેચમાં તેમણે 157 અણનમ રનની ઈનિંગ રમી હતી. 

(10:27 pm IST)