Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

વેસ્ટ ઇન્ડિઝ સામે ત્રીજી વન-ડેમાં ભારતનો 43 રને પરાજય :કોહલીએ શાનદાર સદી ફટકારી

વિન્ડિઝના 284 રનના લક્ષયાંક સામે ભારતીય ટીમ 240 રનમાં ઓલઆઉટ : ભારતે શ્રેણી જીતવા બાકીની તમામ મેચ જીતવી પડશે

 

પુણે :વેસ્ટ વિન્ડીઝ ક્રિકેટ ટીમે ભારતને 43 રનોથી હરાવીને 5 વન-ડે મેચોની શ્રેણીમાં 1-1ની બરાબરી કરી છે વિન્ડીઝે ભારતીય ટીમ સામે 284 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. જવાબમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર 107 રન  હોવા છતાં 240ના સ્કોરે ઓલઆઉટ થઈ હતી.હવે ભારતે શ્રેણી જીતવી હોય તો બાકીના દિવસોમાં ભારતે બંને મેચ જીતવી પડશે.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વન-ડે કારકિર્દીમાં વધુ એક સિદ્ધી નોંધાવી છે. કોહલી સતત ત્રણ વન-ડે આંતરરાષ્ટ્રીય મેચોમાં સદી ફટકારનાર ભારતનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. કોહલીએ પુણેમાં પોતાની ODI કારકિર્દીની 38મી સદી બનાવી હતી.

  કોહલીએ 110 બોલમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી પોતાની વન-ડે કારકિર્દીની 38મી સદી ફટકારી હતી. તેમણે જેસન હોલ્ડરના બોલમાં એક રન લઈને સદી ફટકારી. કોહલીએ ગુવાહાટીમાં રમાયેલી શ્રેણીની પ્રથમ વન-ડેમાં 140 રન બનાવ્યા હતાં. ત્યારબાદ વિશાખાપટ્ટનમાં રમાયેલી મેચમાં તેમણે 157 અણનમ રનની ઈનિંગ રમી હતી. કોહલીએ પોતાની ઈનિંગમાં સૌથી ઝડપી 10 હજાર વન-ડે રન પૂર્ણ કર્યા હતાં. કોહલી સરેરાશ 205 ઈનિંગમાં 10 હજાર રન બનાવ્યા હતાં.

ટીમ ઇન્ડિયાની જીત માટે વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કરતા આજે સતત ત્રીજી વન-ડેમાં સદી (107) ફટકારી હતી. પરંતુ કોહલીની આ સદી એળે ગઈ હતી.

(10:06 pm IST)