Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

વિરાટ કોહલીએ કેરિયરની ૩૮મી વન ડે સદી ફટકારી

વિન્ડિઝ સામે સતત ત્રીજી મેચમાં સદી ફટકારી : કોહલી એક પછી એક નવા રેકોર્ડની તરફ વધ્યો : ચાહકો ભારે રોમાંચિત : વિશાખાપટ્ટનમ બાદ પુણેમાં ચમક્યો

પુણે,તા. ૨૭  : ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ પોતાની યશકલગીમાં આજે વધુ એક મોરપીચ્છું ઉમેર્યું હતું. વિરાટ કોહલીએ આજે સતત ત્રીજી મેચમાં સદી ફટકારી હતી. આ સિદ્ધિ મેળવનાર પણ તે પ્રથમ ખેલાડી બની ગયો હતો. કોહલીએ વન ડે ક્રિકેટ કેરિયરની ૩૮મી સદી ફટકારી હતી. સચિન તેંડુલકરના સૌથી વધુ સદી ફટકારવના રેકોર્ડ તરફ તે આગળ વધી રહ્યો છે. ભારત તરફથી રોહિત શર્માએ અણનમ ૧૫૨ રન ફટકાર્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે વિશાખાપટ્ટન ખાતે રમાયેલી બીજી વન ડે મેચમાં પણ વિરાટ કોહલીએ વિરાટ બેટીંગ કરી હતી.કેપ્ટન વિરાટ કોહલીએ પણ ૧૪૦ રન ફટકાર્યા હતા.  કોહલીએ ૧૦૭ બોલમાં ૨૧ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી આ રન બનાવ્યા હતા.  વિખાશાપટ્ટનમાં કોહલીએ વનડે ઇન્ટરનેશનલ મેચોમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં ૧૦૦૦૦ રન પુરા કરી લીધા હતા. સચિન તેંડુલકરના ૧૭ વર્ષ જુના રેકોર્ડને તોડી પાડવામાં વિરાટ કોહલીએ સફળતા મેળવી હતી.  આ મેચથી પહેલા વિરાટ કોહલીના નામ ઉપર ૨૧૨ મેચોમાં ૨૦૪ ઇનિંગ્સમાં ૯૯૧૯ રન હતા. વિન્ડિઝની સામે વિશાખપટ્ટનમ ખાતે રમાયેલી મેચમાં એસ્લે નર્સની બોલિંગમાં રન બનાવીને આ સિદ્ધિ હાસલ કરી લીધી હતી. ૨૦૫ ઇનિંગ્સમાં વિરાટ કોહલીએ ૧૦૦૦૦ રન પુરા કર્યા હતા. સચિન તેંડુલકરે ૩૧મી માર્ચ ૨૦૦૧ના દિવસે ૨૫૯ ઇનિંગ્સમાં ૧૦૦૦૦ રન પુરા કર્યા હતા. આ દ્રષ્ટિએ જોવામાં આવે તો વિરાટ કોહલી સચિન કરતા પણ ખુબ આગળ નજરે પડે છે. સચિન કરતા ૫૪ ઇનિંગ્સ ઓછી વિરાટ કોહલીએ રમી છે. સૌથી ઓછી ઇનિંગ્સમાં ૧૦૦૦૦ રન પુરા કરવાની સિદ્ધિના મામલામાં પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી બીજા સ્થાને છે. સૌરવે ૨૬૩ ઇનિંગ્સમાં ૧૦૦૦ રન પુરા કર્યા હતા. ૧૮મી ઓગસ્ટ ૨૦૦૮ના દિવસે શ્રીલંકાની સામે કેરિયરની શરૂઆત કરનાર કોહલીએ જાન્યુઆરી ૨૦૧૭માં વનડે કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી હતી.

(9:30 pm IST)