Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

શ્રીલંકન ટીમના સલાહકાર તરીકે જયવર્દ નિયુક્ત

નવી દિલ્હી: શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન મહેલા જયવર્દનેને આગામી મહિને યોજાનારા ટી 20 વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડ માટે રાષ્ટ્રીય ટીમના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે આ માહિતી આપી છે. જયવર્દને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સના મુખ્ય કોચ છે. લીગ સમાપ્ત થયા બાદ તે સંયુક્ત આરબ અમીરાતમાં ટીમમાં પોતાની જવાબદારી નિભાવશે. ટી 20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી યુએઈ અને ઓમાનમાં રમાશે. દાસુન શનાકાના નેતૃત્વમાં શ્રીલંકા ગ્રુપ 'A' માં છે અને અબુધાબીમાં નામિબિયા સામે તેમનું વર્લ્ડ કપ અભિયાન શરૂ કરશે. આયર્લેન્ડ અને નેધરલેન્ડ પણ આ ગ્રુપમાં છે.

 

(5:55 pm IST)