Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

ત્રણ કાઉન્ટી મેચ માટે સમરસેટથી જોડાશે મુરલી વિજય

સત્રમાં અંતિમ ત્રણ કાઉન્ટી ચેમ્પિયનશીપ મેચમાં સમરસેટમાં પાકિસ્તાનના અઝહર અલીની જગ્યા લેશે.

મુંબઈ : ભારતીય ટીમથી બહાર ચાલી રહેલા ઓપનર બેટ્સમેન મુરલી વિજય સત્રમાં અંતિમ ત્રણ કાઉન્ટી ચેમ્પિયનશીપ મેચમાં ઇંગ્લેન્ડની કાઉન્ટી ટીમ સમરસેટના ભાગ હશે. તામિલનાડુના આ ઓપનર બેટ્સમેન પાકિસ્તાનના અઝહર અલીની જગ્યા લેશે. સમરસેટ કાઉન્ટી ક્રિકેટ ક્લબે પોતાની વેબસાઈટ પર જણાવ્યું છે કે, 'અમને આ જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે, મુરલી વિજય સત્રની અંતિમ ત્રણ સ્પેકસેવર્સ કાઉન્ટી ચેમ્પિયનશીપ મેચો માટે વિદેશી ખેલાડીના રૂપમાં ક્લબથી જોડાઈ રહ્યા છે.

મુરલી વિજયને અઝહર અલીની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં અવ્યા છે જેમને આ મહીને પાકિસ્તાને પરત બોલાવી લીધા હતા. મુરલી વિજયે ભારત તરફથી ૬૧ ટેસ્ટમાં ૩૮.૨૮ ની એવરજથી ૩૮૯૨ રન બનાવ્યા જેમાં ૧૬૭ રન તેમનો ટોપ સ્કોર રહ્યો હતો. જમણા હાથના આ બેટ્સમેન ૧૩૧ પ્રથમ શ્રેણી મેચમાં ૪૨.૭૯ ની એવરજથી ૯૧૧૬ રન બનાવ્યા છે જેમાં તેમનો ટોપ સ્કોર ૨૬૬ રન છે.

તે છેલ્લા સત્રમાં એસેક્સ તરફથી ત્રણ કાઉન્ટી મેચમાં રમ્યા હતા અને ૬૪.૬૦ ની એવરજથી ૩૦૦ થી વધુ રન બનાવ્યા હતા. મુરલી વિજયને ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ટીમથી બહાર કરી દેવામાં આવ્યા હતા. તે ખરાબ ફોર્મમાં હતા. એવામાં ટીમ મેનેજમેન્ટે મયંક અગ્રવાલ અને હનુમા વિહારી જેવા યુવા બેટ્સમેનો પર ભરોસો વ્યક્ત કર્યો છે. તેમ છતાં મુરલી વિજય ફરીથી ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

છેલ્લા દિવસોમાં મુરલી વિજય તામીલનાડુ પ્રીમિયર લીગમાં રમ્યા હતા. આ ટુર્નામેન્ટમાં તેમને ઘણી સારી બેટિંગ કરી હતી. મુરલી વિજયે શાનદાર સદી ફટકારવાની સાથે જ ઘણી ફિફ્ટી ફટકારી હતી. આ અગાઉ તે આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમ્યા હતા. તેમ છતાં તેમને અહી પર વધુ તક મળી નહોતી.

(11:05 am IST)