Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

કનેક્ટિકટ ઓપનમાં ચેમ્પિયન બની એરિના સબાલેન્કા

નવી દિલ્હી: બેલારુસની યુવા ટેનિસ ખલાડી એરિના સબાલેન્કાએ પોતાની કારકિર્દીનું પ્રથમ ઉ્છ સિંગલ્સ ટાઇટલ જીતતાં કનેક્ટિકટ ઓપનમાં ચેમ્પિયન બની હતી. સબાલેન્કાએ ફાઇનલમાં સ્પેનની કાર્લા સુઆરેઝ નોવારોને -, -૪થી હરાવી ટાઇટલ જીત્યું હતું. ૨૦ વર્ષીય સબાલેન્કા કેરોલિન વોઝનિયાકી બાદ કનેક્ટિકટ ઓપનમાં સૌથી નાની વયે ટાઇટલ જીતનાર પ્રથમ ખેલાડી બની હતી. વોઝનિયાકીએ ૨૦૧૦માં ટાઇટલ જીત્યું હતું. સબાલેન્કા પોતાની કારકિર્દીમાં ત્રીજી વખત ફાઇનલમાં પહોંચી હતી. પહેલાં ગત વર્ષે ટિઆનજિન ઓપનની ફાઇનલમાં મારિયા શારાપોવા સામે હારી ગઈ હતી જ્યારે વર્ષે વોઝનિયાકીએ ઇસ્ટબોર્નની ફાઇનલમાં હરાવી હતી.

(6:09 pm IST)