Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

સાઈન નેહવાલે મેળવ્યો બ્રોન્ઝ મેડલ

નવી દિલ્હી: એશિયન ગેમ્સમાં ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડીએ બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો છે. સાઇના નેહવાલે પોતાના સારા પ્રદર્શનથી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો સાથે બૈડમિંટનમાં ભારતનો એક મેડલ પાક્કો થયો હતો.

પરંતુ એશિયન ગેમ્સમાં ભારતનો આજના દિવસની શરૂઆત બ્રોન્ઝ મેડલથી થઇ છે. વુમન્સ સિંગલ્સમાં સાઇના નેહવાલની તાઇવાનિઝ બેડમિન્ટન ખેલાડી તાઇ ત્ઝૂ યિંગ સામે હાર થઇ છે.

જ્યારે બીજી તરફ પી.વી. સિંધૂ પણ સેમિફાઇનલમાં છે અને સિંધૂ અને યામાગુચીની પ્રથમ ગેમ રમાઇ ગઇ છે જેમા સીધૂએ 21-17થી ગેમ જીતી છે. હવે સીંધૂ મહિલા સિંગલ્સની ફાઇનલમાં પહોંચવા માટે એક ગેમ દૂર છે.

 

(6:06 pm IST)