Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

હોકીમાં સાઉથ કોરીયાને ૫-૩થી હરાવીને ભારતનો સેમી ફાઈનલમાં પ્રવેશ

અત્યાર સુધીમાં ૫૬ ગોલ ફટકાર્યા છે

ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતની પુરુષ હોકી ટીમે અપરાજિત રહીને સાઉથ કોરિયાને પુલ મેચમાં પ-૩થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતે રૂપિન્દર પાલ સિંહ (પહેલી મિનિટ), ચિન્ગલેન્સાના સિંહ (ચોથી મિનિટ), લલિત ઉપાધ્યાય (૧૫ મિનિટ), મનપ્રીત સિંહ (૪૯ મિનિટ) અને આકાશદીપ સિંહ (પપ મિનિટ)ને ગોલ કરવામાં સફળતા મળી હતી. આ જીત સાથે ભારતે પુલ એમાં ચાર જીત સાથે ૧૨ પોઇન્ટ્સ મેળવીને ટોચનું સ્થાન મેળવ્યું છે. હવે ભારતે પુલ રાઉન્ડની છેલ્લી મેચ નબળી શ્રીલંકા સામે રમવાની છે. હરેન્દ્ર સિંહની ટીમ જે રીતે શાનદાર પર્ફોર્મ કરી રહી છે એના પરથી સિલ્વર મેડલની આશા રાખવી ખોટી નથી. પ૬ ગોલ કર્યા છે. સામે સાઉથ કોરિયા પણ અજેય આ સ્પર્ધામાં ભારત હજી અજેય રહ્યું છે. એણે હતું. પણ ગઈ કાલે એને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે.

(4:04 pm IST)