Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

કમ્બાઈન્ડ શૂટીંગમાં ભારતને બે સિલ્વર મેડલ મળવાનું નક્કી

એશિયન ગેમ્સમાં ભારતની પુરુષ અને મહિલા ટીમ કમ્બાઇન્ડ શૂટિંગ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચી. ભૂતપૂર્વ ચેમ્પિયન પુરુષ ટીમે પોતાની પ્રતિષ્ઠા મુજબ પર્ફોર્મ કરતાં ચીની તાઇપેને ૨૩૦-૨૨૭થી હરાવ્યું હતું. ભારતીય ત્રિપુટી અભિષેક વર્મા, અમન સૈની અને રજત ચૌહાણે ધીમી શરૂઆત કર્યા બાદ રમતમાં આક્રમકતા લાવતાં ચાર સેટનો મુકાબલો પ૭-૫૭, ૫૭-૫૬, ૫૮-૫૫ અને પ૯-૫૯થી જીત્યો હતો. ભારતીય પુરૂષ ટીમે કતાર અને ફિલિપીન્સને હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.૨૦૧૪ની એશિયન ગેમ્સની જેમ આ વખતે પણ ફાઇનલમાં ભારતનો મુકાબલો સાઉથ કોરિયા સામે થશે.

ભારતની મહિલા ટીમે ઈરાનમાં રમાયેલા એશિયન ગેમ્સ ૨૦૧૪માં બ્રોન્ઝ જીત્યો હતો, પણ આ વખતે પર્ફોર્મન્સ ઇમૂવ કરતાં ચીની તાઇપેને ૨૨૫-૨૨૨થી હરાવ્યું હતું. સુરેખા જયોતિ વેન્નમ, મુસ્કાન કિરાર અને મધુમિતા કુમારની ત્રિપુટીએ બે સેટ ૫૫-૫૮ અને ૫૫-૫૭ હાર્યા પછી બીજા બે સેટ પ૭-૫૫ અને ૨૮-પરથી જીતીને મુકાબલો પોતાના નામે કર્યો હતો.

(4:03 pm IST)