Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ઇ સ્પોર્ટસ હવે ખટખટાવી રહી છે ઓલમ્પીકના દ્વાર

ઓલમ્પીકના ઉદ્ઘાટન સમારંભમાં સાઇકલીંગની વીડીયો ગેમ

નવી દિલ્હી,તા. ૨૭: ટોકીયો ઓલમ્પીકના ઉદ્ઘાટન સમારંભ દરમ્યાન આ વખતે એક વર્ચ્યુઅલ સીરીઝનું પણ પ્રદર્શન કરવામાં આવ્યુ જેમાં હાઇબ્રીડ વર્ચ્યુઅલ સ્પોર્ટસને સામેલ કરવામાં આવી હતી. તેમાં એક સાઇકલીંગ વીડીયો ગેમને પણ સામેલ કરવામાં આવી હતી.

વીડીયો ગેમ ઓલમ્પીકમાં જોવા મળી હોય એવો આ પહેલો મોકો હતો. એવા અનુમાન થઇ રહ્યા છે. કે થોડા સમયમાં ઇ-સ્પોર્ટસ ઓલમ્પીકમાં સામેલ કરાશે. ૨૦૧૬માં થયેલ ઓલમ્પીક ખેલને લગભગ ૨૭ મીલીયન લોકોએ જોયો હતો. એ જ વર્ષે આયોજીત લીગ ઓફ લીજેન્ડસ વર્લ્ડ ચેમ્પીયનશીપ ૪૩ મીલીયનથી પણ વધારે લોકોએ જોઇ હતી ઘણી બધી અમેરિકન યુનિવર્સિટી હવે ઇ સ્પોર્ટસને પ્રોત્સાહન આપવા માટે સ્કોલરશીપ આપી રહી છે.

(3:38 pm IST)