Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ટોક્યો ઓલિમ્પિક્સ 2020: ઓસ્ટ્રેલિયાએ ભારતીય હોકી પુરુષ ટીમને 7-1થી હરાવી

નવી દિલ્હી: ન્યુઝીલેન્ડ સામેની જીતથી શરૂ થયેલી ભારતીય પુરુષ હોકી ટીમને રવિવારે ટોક્યો ઓલિમ્પિક રમતોના ગ્રુપ ની બીજી મેચમાં મજબૂત ઓસ્ટ્રેલિયા સામે 1-7થી શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભારતે ન્યુઝીલેન્ડ સામે પેનલ્ટી કોર્નરમાં સુધારણાના સંકેતો દર્શાવ્યા હતા, પરંતુ તેમના ડ્રેગ-ફ્લિકર ઓસ્ટ્રેલિયા સામે લકવાગ્રસ્ત થઈ ગયા હતા. પહેલા હાફમાં જ 4-0ની લીડ મેળવીને ઓસ્ટ્રેલિયાએ તેમની જીતની ખાતરી આપી હતી. બીજા હાફની શરૂઆતમાં ભારતીયોએ થોડી સહનશક્તિ દર્શાઓ ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે વાપસી કરવી સહેલી નહોતી. ભારતીય ખેલાડીઓએ ગભરાટ પણ બતાવ્યો, જેનો ફાયદો ફક્ત ઓસ્ટ્રેલિયાને થયો.

(6:25 pm IST)