Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ટોક્‍યો ઓલિમ્‍પિકમાં ખેલાડી ડચ રોવર ફિન ફલોરિજએ સ્‍પર્ધામાં રમી લીધા બાદ કોરોના પોઝીટીવ હોવાના રિપોર્ટ આવતા ચિંતા

ખેલાડીને આઇસોલેટ કરાયોઃ સંપર્કમાં આવેલાની તપાસ

ટોક્યોઃ જાપાનની રાજધાની ટોક્યોમાં જારી ઓલ્મ્પિકના આયોજનો ત્યારે ચિંતામાં મુકાયા જ્યારે ઇવેન્ટમાં ભાગ લઈ ચુકેલ એથલીટનો રવિવારે આવેલો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. અફરાતફરીમાં એથલીટને આઇસોલેટ કરી દેવામાં આવ્યો અને તે તપાસ કરવામાં આવી રહી છે કે તે એથલીટના સંપર્કમાં અન્ય લોકો આવ્યા નથીને.

Kyodo News ના રિપોર્ટ અનુચાર ડચ રોવર ફિન ફ્લોરિજને શુક્રવારે રમતમાં ભાગ લેતા પહેલા પોતાનો ટેસ્ટ કરાવ્યો હતો. ફ્લોરિજનને શનિવારે ચેપેચેઝ રેસ સિંગલ સ્કલ્સમાં હાર મળી. જ્યારે તેનો રિપોર્ટ આવ્યો તો તત્લાક આઇસોલેટ કરી દેવામાં આવ્યો.

ખેલ આયોજન સમિતિ વર્તમાનમાં તે નક્કી કરવા માટે કામ કરી રહી છે કે કોઈ ડચ રોવરના નજીકના સંપર્કમાં તો આવ્યું નથીને. પરંતુ આ ઘટનાએ રવિવારે નૌકાયનમાં કોઈ વિઘ્ન ન પાડ્યું, કારણ કે બધી ઇવેન્ટ પોતાના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર આયોજીત થઈ ચુકી છે.

ઉલ્લેખનીય છે કે આકરા નિયમો સાથે ઓલિમ્પિક્સ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે. એથલીટ અને અધિકારી કડક પ્રોટોકોલને ફોલો કરી રહ્યાં છે.

(4:25 pm IST)