Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ક્રિકેટર ઋષભ પંત અને બોલિવૂડની હોટ અભિનેત્રી ઉર્વશી રૌતેલા વચ્ચે ચાલેલી ચર્ચાઓ બાદ ઋષભે ઉર્વશીનો નંબર બ્લોક કરી દીધો

નવી દિલ્હી: ક્રિકેટ અને બોલીવુડનો જુનો સંબંધ છે. ઘણીવાર ક્રિકેટર્સની સાથે કોઇને કોઇ એક્ટ્રેસની લિંક-અપના સમાચાર સામે આવતા હોય છે. એવામાં થોડા સમય પહેલા ઋષભ પંત અને બોલીવુડની હોટ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાના અફેરને લઇને ઘણી ચર્ચાઓ ચાલી હતી. જો કે, લિંક-અપના સમાચારો વચ્ચે અચાનાક આ સમાચાર સામે આવ્યા કે, ઋષભે ઉર્વશીને વોહ્ટએપ પર બ્લોક કરી દીધી છે. એટલું જ નહીં ઋષભે ઉર્વશીનો નંબર પણ ફોનમાં બ્લોક કરી દીધો હતો.

તે દિવસોમાં ઋષભ પંત ટીમમાં પોતાની એન્ટ્રીને લઇને ઘણો પરેશાન હતો. તે સમયે શ્રીલંકાની સામે ટી-20 સીરીઝની છેલ્લી મેચમાં તેને ટીમમાં રમવા મળ્યું ન હતું. ટીમમાં પોતાના ખરાબ પ્રદર્શનને લઇને પંત ઘણો ટેન્શનમાં હતો. સમાચારોનું માનીએ તો તે સમયે ઋષભ, ઉર્વશી સાથે વાત કરવા માગતો નહતો, તેથી તેણે ઉર્વશીનો નંબર બ્લોક કરી દીધો હતો.

તે સમયે આ સમાચાર પણ મળી રહ્યાં હતા કે ઉર્વશી સતત ઋષભથી વાત કરવાનો પ્રયત્ન કરી રહી હતી અને તેથી તે વારંવાર ઋષભ પંતને મેસેજ અને કોલ કરી રહી હતી. તેથી પરેશાન થઇ પંતે ઉર્વશીને બ્લોક કરી દીધી હતી. જ્યારે આ મામલે ઉર્વશી સાથે વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે તેના સ્પોકપર્સન તરફથી જણાવવામાં આવ્યું કે એક-બીજાને બ્લોક કરવાનો નિર્ણય બંનેએ તેમની પોતાની સંમતીથી લીધો છે.

તમને જણાવી દઇએ કે, વર્ષ 2019માં બોલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાનું નામ ટીમ ઇન્ડિયાના હાર્દિક પંડ્યા સાથે પણ જોડવામાં આવ્યું છે. જો કે, હાર્દીક પંડ્યાથી લિંક-અપના સમાચાર પર તેણે ક્યારે કોઇ વાત કરી નથી. ત્યારે હાર્દિકથી દૂર થયા બાદ તેનું નામ ઋષભ પંત સાથે ચર્ચાઓમાં આવ્યું હતું. બંને ગત વર્ષે ડિનર ડેટ પર પણ સ્પોર્ટ થયા હતા, ત્યારબાદથી બંનેના અફેરની ચર્ચાઓ શરૂ થઇ ગઇ હતી.

(4:38 pm IST)