Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

જોકોવિચ બાદ તેનો કોચ ઈવાનીસેવિક પણ કોરોનાગ્રસ્ત

બેલગ્રેડઃ ટેનિસ- પ્લેયર નોવાક જોકોવિચ કોરોના- પોઝિટિવ થયા બાદ હવે તેનો કોચ ગોરાના ઈવાનીસેવિક કોરોનાગ્રસ્ત થયો છે. ઈવાનીસેવિકે પોતે કોરોનાગ્રસ્ત હોવાની વાત કહી હતી.

ઈવાનીસેવિકે કહ્યું કે હું અહીં લોકોને જણાવવા માગું છું કે મારી કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી છે અને સ્વસ્થ થવા હું પુરતી સંભાળ રાખી રહ્યો છું. હું સેલ્ફ આઈસોલેશનમાં જતો રહ્યો છું. ઈવાનીસેવિક છેલ્લા ૧૦ દિવસમાં બે વાર કોરોના- નેગેટિવ આવ્યો હતો. જોકોવિચ કોરોના- પોઝિટિવ થતાં એડ્રિયા ટૂર રદ કરવામાં આવી છે.

(3:29 pm IST)