Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

આ સોન્ગ તે ધોનીને ડેડિકેટ કરવાનો છે

ધોની માટે સાતમી જુલાઇએ નવું ગીત લઇને આવી રહ્યો છે બ્રાવો

મુંબઈ, તા. ૨૭: વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમ અને ચેન્નઈ સુપર કિંગ્સના ઑલરાઉન્ડર ડ્વેઇન બ્રાવો સાતમી જુલાઈએ એટલે કે મહેન્દ્ર સિંહ ધોનીના જન્મદિવસે એક નવું સૉન્ગ રિલીઝ કરવાનો છે. આ સૉન્ગ તે ધોનીને ડેડિકેટ કરવાનો છે એ સાથે તે હેલિકૉપ્ટર-ડાન્સ પણ કરવાનો છે. આ વાતની જાણકારી બ્રાવોએ પોતાના ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટ દ્વારા આપી હતી. બ્રાવોએ કહ્યું કે 'હું માત્ર મારા ચાહકોને જણાવવા માગું છું કે ધોની માટે એક સૉન્ગ ૭ જુલાઈએ હું રિલીઝ કરવાનો છું. હું તમને દરેકને વિનંતી કરૃં છું કે તેના જન્મદિવસે આ સૉન્ગ રિલીઝ કરવામાં મદદ કરે. એ દિવસે આપણે એક નવો ડાન્સ 'ધ હેલિકૉપ્ટર' પણ કરીશું. તમારા 'ધ હેલિકૉપ્ટર' ડાન્સના વર્ઝન સાથે મને ટૅગ કરો અને ધોની માટે આ ડાન્સ ઑફિશ્યલ બનાવો.'

થોડા સમય પહેલાં બ્રાવોએ ધોનીની પૂરી થવા આવેલી ક્રિકેટ-કરીઅરને યાદગાર બનાવવા પોતે કશુંક કરવા માગે છે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી.

(2:34 pm IST)