Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

પાકિસ્તાન ટીમ હવે તમામને ભવ્ય દેખાવથી ચોંકાવી ચુકી છે

વર્લ્ડ કપ રોમાંચક તબક્કામાં પ્રવેશ કરતા રોમાંચ : પહેલા તમામની ફેવરીટ બની ચુકેલી ઇંગ્લેન્ડ ટીમ ફેવરીટ

નવી દિલ્હી,તા. ૨૭: વર્લ્ડ કપની સેમીફાઇનલ મેચો નજીક આવી રહી છે તેમ તેમ પાકિસ્તાનની ટીમ તમામને ચોંકાવી રહી છે. પાકિસ્તાને ન્યુઝીલેન્ડની ટીમને હાર આપીને ક્રિકેટ ચાહકોને ચોંકાવી ચુકી છે. વર્લ્ડ કપમાં શરૂઆતમાં હોટફેવરીટ બની ગયેલી ઇંગ્લેન્ડની ટીમ હવે તમામને નિરાશ કરી રહી છે. બુધવારના દિવસે પાકિસ્તાને હજુ સુધી એક પણ મેચ ન હારનાર ન્યુઝીલેન્ડ પર જીત મેળવી હતી. આની સાથે જ ન્યુઝીલેન્ડે સેમીફાઇનલમાં પહોંચી જવા માટેની આશા જીવંત રાખી છે. વર્લ્ડ કપમાં ૧૨ પોઇન્ટ સાથે ઓસ્ટ્રેલિયા સેમીફાઇનલમાં પહોંચી ચુક્યુ છે. ન્યુઝીલેન્ડ સાત મેચોમાં ૧૧ પોઇન્ટ ધરાવે છે. પાકિસ્તાનને હવે તેની બે મેચો રમવાની છે. જે પૈકી બંને મેચો સરળ છે. જેમાં અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. જો પાકિસ્તાન તેની બંને મેચો જીતી જાય છે તો તેના પણ ૧૧ પોઇન્ટ થઇ જશે. જો કે આવી સ્થિતીમાં પણ તેને પ્રાર્થના કરવી પડશે કે ઇંગ્લેન્ડ પોતાની એક જ મેચ જીતે. સાથે સાથે શ્રીલંકા એક મેચ હારી જાય. યજમાન ઇંગ્લેન્ડની ટીમ ચાર મેચ હારી ચુકી છે. તેની પાસે આઠ   પોઇન્ટ છે. તે જો તેની બંને મેચો હારી જશે તો બહાર થઇ જશે. આવી સ્થિતીમાં શ્રીલંકા અને પાકિસ્તાન અને બાંગ્લાદેશ પૈકી કોઇ એક ટીમ ચાર સ્થાને આવી જશે. એક મેચ જીતશે તો પણ ઇંગ્લેન્ડને તક મળનાર નથી. પરંતુ જો તે ભારત અને ન્યુઝીલેન્ડની સામે બંને મેચો જીતી લેશે તો તેની એન્ટ્રી થઇ જશે. સારા રન રેટના કારણે તેની એન્ટ્રી થઇ જશે. બાંગ્લાદેશને તો તેની બંને  મેચો જીતવી પડે તેવી સ્થિતી છે. વર્લ્ડ કપનો તબક્કો હવે રોચક બની ગયો છે.

(3:31 pm IST)