Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

હોકી ચેમ્પિયન્સ ટ્રોફીઃ ભારતને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ 2-3થી હરાવ્યું:હવે બંને મેચ જીતીને ફાઇનલમાં પહોંચવાની તક

બ્રેડા (નેધરલેન્ડ): હોકી ચેમ્પિયન્સ ટ્રોફી-2018ના મેચમાં ભારતીય ટીમનો પરાજય થયો છેડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસિએ ભારતને 3-2થી હરાવ્યું છે  ઓસીઝના લચલન શાર્પ, ક્રેગ અને ટ્રેન્ટ  મિટ્ટોને ગોલ કર્યા હતા  જ્યારે ભારત માટે વરૂણ કુમાર હરમનપ્રીત સિંહે ગોલ કર્યા હતા મેચમાં પરાજયના કારણે  ભારતીય ટીમ પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી છે જોકે  ભારત પાસે બાકીની બંન્ને મેચ જીતીને  ફાઇનલમાં પહોંચવાની તક છે. પહેલા પીઆર શ્રીજેશની આગેવાનીમાં ટૂર્નામેન્ટમાં ઉતરેલી  ભારતીય ટીમે પાકિસ્તાન અને આર્જેન્ટીના વિરુદ્ધ રમાયેલી મેચમાં જીત મેળવી હતી

નેધરલેન્ડની યજમાનીમાં ચાલી રહેલા મેચની શરૂઆતમાં ઓસિ ટીમે ભારત પર દબાવ બનાવ્યો  અને મેચની છઠ્ઠી મિનિટે  ગોલ કર્યો. ગોલ ફોરવર્ડ લચલન શાર્પે કર્યો. ગોલની મદદથી  ઓસિએ 1-0ની લીડ મેળવી હતી. તેની ચાર મિનિટ બાદ ભારતના વરૂણ કુમારે ગોલ કરીને સ્કોર  બરોબર કરી દીધો હતો

પ્રથમ ક્વાર્ટર પૂર્ણ થાય તે પહેલા ઓસિએ ફરી લીડ મેળવી લીધી. ઓસ્ટ્રેલિયા માટે બીજો ગોલ  ક્રેગે કર્યો હતો. બીજા હાફની શરૂઆતમાં ટ્રેન્ટ મિટ્ટોને પોસ્ટની નજીકથી ગોલ કરતા ઓસ્ટ્રેલિયાની લીડ  3-1 કરી દીધી. બીજો હાફ પૂરો થતા પહેલા 58મી મિનિટે મળેલી પેનલ્ટી કોર્નરને હરમનપ્રીતે હીટ  લગાવતા  ગોલ કર્યો હતો. પરંતુ અંતે ઓસ્ટ્રેલિયાનો 3-2થી વિજય થયો હતો.

(12:32 am IST)