Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

અનુષ્‍કા કહે છે

વિરાટની યાદશકિત ખુબજ શાર્પ

નવી દિલ્‍હીઃ બોલિવૂડ એક્‍ટ્રેસ  અનુષ્‍કા શર્મા અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને પાવર કપલ માનવામાં આવે છે. ઘણીવાર બંને દરેક જગ્‍યાએ સાથે જોવા મળે છે. બંને તાજેતરમાં ઇન્‍ડિયન સ્‍પોર્ટ્‍સ ઓનર્સના રેડ કાર્પેટ પર સાથે જોવા મળ્‍યા હતા. આ દરમિયાન વિરાટ અને અનુષ્‍કાએ પોતાના સંબંધો વિશે વાત કરી હતી. અનુષ્‍કાએ જણાવ્‍યું કે વિરાટની યાદશક્‍તિ ખૂબ જ શાર્પ છે. પછી વિરાટે એ પણ કહ્યું કે તેને ખાસ વસ્‍તુઓ યાદ છે. ક્‍યારેક તેઓ નાની-નાની વાતો પણ ભૂલી જાય છે. વિરાટે એ પણ જણાવ્‍યું કે અનુષ્‍કા તેને યાદ રાખવા માટે ખાસ તારીખો આપે છે. તેથી જ હું તેને યાદ કરવામાં વધુ સારો બન્‍યો છું. આ પછી અનુષ્‍કાએ કહ્યું કે જયારે મેં વિરાટને ડેટ કરવાનું શરૂ કર્યું ત્‍યારે હું એ વાતથી ખૂબ પ્રભાવિત થઈ હતી કે તેની યાદશક્‍તિ દ્યણી સારી છે.

(4:10 pm IST)