Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

અડીડાસના લોગોવાળી નવી કિટ સાથે ખેલાડીઓ

નવી દિલ્‍હીઃ આઈપીએલ હાલમાં અંતિમ તબક્કામાં છે. ત્‍યારે ભારતીય ટીમ નવી ટ્રેનિંગ કિટમાં પ્રેક્‍ટિસ કરતી જોવા મળી હતી. બીસીસીઆઈ સચિવ જય શાહે એક ટ્‍વિટ કરીને જણાવ્‍યું હતું કે - કિટ સ્‍પોન્‍સર તરીકે એડિડાસ સાથેની અમારી ભાગીદારીની જાહેરાત કરતાં મને આનંદ થાય છે.ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ હાલમાં આઈપીએલમાં વ્‍યસ્‍ત છે. આઈપીએલ બાદ એશિયા કપ, વર્લ્‍ડ કપ અને અન્‍ય ક્રિકેટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પર એક નવો લોગો જોવા મળશે. કેટલાક ખેલાડીઓ વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપ ફાઈનલ માટે લંડન પહોંચી ગયા છે. જયારે બાકીના ખેલાડીઓ આઈપીએલની ફાઈનલ મેચ બાદ લંડન પહોંચશે.વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપ ફાઈનલ પહેલા પ્રેક્‍ટિસ માટે પહોંચેલી ભારતીય નવી ટ્રેનિંગ કિટમાં જોવા મળી હતી.ભારતીય ટીમના ખેલાડીઓની નવી ટ્રેનિંગ કિટમાં એડિડાસનો નવો લોગો જોવા મળી રહ્યો છે. બીસીસીઆઈ દ્વારા નવી ટ્રેનિંગ કિટના ફોટો શેયર કરવામાં આવ્‍યા છે.

(4:07 pm IST)