Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

૫ાટીદાર લગ્ન જીવનની ઇનીંગ મોકૂફ રાખીને આઇપીએલમાં ઇનીંગ રમી બતાવી

નવી દિલ્‍હી : કલકત્તામાં લખનઉ સુપર જાયન્‍ટ્‍સ સામેની એલિમિનેટરમાં અણનમ ૧૧૨ રન ફટકારીને અને આઇપીએલની આ સીઝનમાં નોંધાયેલી સાતમી સેન્‍ચુરીનો હકદાર બનીને રોયલ ચેલેન્‍જર્સ બેન્‍ગલોરને પહેલી ટ્રોફીની લગોલગ પહોચાડનાર મધ્‍ય પ્રદેશનો રજત પાટીદાર પોતાના લગ્ન મુલતવી રાખીને આઇપીએલમાં રમવા આવ્‍યો છે.

તેને ફેબ્રુઆરીની હરાજીમાં એક પણ ટીમે ન લીધો એટલે તેના પરિવાર ેનક્કી કર્યુ હતું કે આઇપીએલ પછી ડોમેસ્‍ટિક ક્રિકેટમાં રજતે રમવું પડશે એટલે તેણે નક્કી થયેલા લગ્ન કરી લેવા જોઇએ. જોકે બેન્‍ગલોરની ટીમનો લવનીથ સિસોદિયા ઇજા પામતા બેન્‍ગલોરના ફ્રેન્‍ચાઇઝીએ રજત પાટીદારને પોતાની ટીમમાં સમાવ્‍યો હતો.

(3:11 pm IST)