Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

ફ્રેન્‍ચ આયોજનમાં કોરોનાનું ગ્રહણઃ ચેમ્‍પિયન સહિત બેને કોવિડ

નવી દિલ્‍હીઃ પેરિસમાં આ વખતની ફ્રેન્‍ચ ઓપન ટેનિસમાં હજી માંડ બે રાઉન્‍ડ પૂરા થયા છે. ત્‍યાં ગયા વર્ષે આ સ્‍પર્ધામાં સિંગલ્‍સ તથા ડબલ્‍સનો તાજ જીતનાર ચેક રિપબ્‍લિકની બાર્બોરા ક્રેઇચિકોવાએ જાહેર કર્યુ છે કે તેનો કોવિડ-૧૯નો પોઝિટિવ રિપોર્ટ આવ્‍યો છે. જેને કારણે તે આ સ્‍પર્ધામાંથી નીકળી રહી છે.

આ વખતે તે સિંગલ્‍સનો પ્રથમ રાઉન્‍ડ હારી ગઇ છે, પરંતુ ડબલ્‍સમાંથી નીકળી રહી હોવાથી ફરી ટાઇટલ જીતવાની વંચિત રહી જશે. તેના જ દેશની મેરી બોઉઝકોવાને પણ કોરોનાવાઇરસનો ચેપ લાગ્‍યો છે જેને લીધે તે પણ સ્‍પર્ધામાંથી ખસી ગઇ છે.

(2:55 pm IST)