Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

ટીમ ઇન્‍ડિયાની મહિલા ટીમ આવતા મહિને શ્રીલંકાના પ્રવાસે

ત્રણ વનડે,ત્રણ ટી-૨૦ મેચની સિરીઝઃ આ સિરીઝ ૨૦૨૫ વર્લ્‍ડકપનો કવાલીફીકેશનનો ભાગ હશે

 નવી દિલ્‍હીઃ ભારતીય મહિલા ટીમ જૂનમાં ત્રણ વનડે અને ત્રણ ટી-૨૦ મેચ માટે શ્રીલંકાના પ્રવાસે જશે. તાજેતરમાં શરૂ થયેલી આઇસીસી મહિલા ચેમ્‍પિયનશિપ હેઠળ વન-ડે રમાશે. જે ૨૦૨૫ મહિલા ક્રિકેટ વર્લ્‍ડ કપ માટે કવોલિફિકેશનનો ભાગ હશે.

ભારતના મહિલા શ્રીલંકા પ્રવાસને મંજૂરી આપવી એ SLC એક્‍ઝિક્‍યુટિવ કમિટિ દ્વારા લેવામાં આવેલા સાત નિર્ણયોમાથી એક છે. જયા ભારતીય ક્રિકેટરો પૂર્ણેમાં ચાલી રહેલી મહિલા ટી-૨૦ ચેલેન્‍જમાં ભાગ લઇ રહ્યા છે. જ્‍યારે શ્રીલંકા હાલમાં ત્રણ અને તેટલી વન-ડે મેચોની યજમાની કરી રહ્યુ છે. પાકિસ્‍તાનનો પ્રવાસ કરી રહ્યુ છે. જે તમામ કરાચીમાં રમવાના છે. શ્રીલંકા શ્રેણી પછી, જુલાઇ- ઓગષ્‍ટમાં બર્મિંગહામમાં યોજાનારી કોમનવલ્‍ય ગેમ્‍સમાં ભારતને ઓસ્‍ટ્રેલિયા, બાર્બાડોસ અને પાકિસ્‍તાનની સાથે જૂથમાં રાખવામાં આવશે. આ પછી૧૦ થી ૨૪ સપ્‍ટેમ્‍બર સુધી ઇગ્‍લેંન્‍ડ સાથે  ત્રણ વનડે અને એટલી જ ટી-૨૦ મેચ રમાશે.  

(2:54 pm IST)