Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ડીસેમ્બરમાં ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચે ૪ ટેસ્ટ મેચો-ત્રણ વન-ડે મેચોની સીરીઝ

ઓસ્ટ્રેલીયન ક્રિકેટ બોર્ડની ઘોષણા : બીજા ટેસ્ટ ડે એન્ડ નાઇટ રમાશે

નવી દિલ્હીઃ કોરોનાના સંકટ વચ્ચે ક્રિકેટ ઓસ્ટ્રેલીયા દ્વારા ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ડીસેમ્બરમાં ચાર ટેસ્ટ મેચોની સીરીઝ રમાનાર છે. જેની સતાવાર જાહેરાત કરવામાં આવી છે. ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચે ટેસ્ટ સિરીઝ સમયસર  જ રમાશે.

પ્રથમ ટેસ્ટ ૩ ડિસેમ્બરે ગાબામાં રમાશે. બીજો ટેસ્ટ ૧૧ ડીસે.થી એડીલેડમાં રમાશે જે ડે એન્ડ નાઇટ હશે બોકસીંગ ટેસ્ટ અને એમ.સી.જી ખાતે ટેસ્ટ રીટર્ન કરવામાં આવ્યો છે. જયારે ત્રણ મેચોની વન-ડે સીરીઝ પર્થ, એમસીજી અને એસસીજીના મેદાનમાં રમાશે.

દુુનિયાભરમાં કોરોનાની મહામારી વચ્ચે તમામ ટુર્નામેન્ટ રદ કરવામાં આવી છે ત્યારે આઇપીએલ પણ કેન્સલ કરી છે. દરમિયાન આઇસીસીની આવતીકાલે મીટીંગ મળી રહી છે. જેમાં નિર્ણય લેવામાં આવશે કે ટી-૨૦ વર્લ્ડકપ રમાશે કે નહિ? ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૨માં રમાડવામાં આવે અને આ સમયગાળા દરમિયાન આઇપીએલ રમાય તેવી સંભાવના છે.

(4:10 pm IST)