Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ડ્રગ્સ સાથે શ્રીલંકન ક્રિકેટરની ધરપકડઃ ૧૪ દિવસ રીમાન્ડમાં

 કોલંબોઃ શ્રીલંકન ક્રિકેટર શિહન   મદુશંકાની શ્રીલંકા પોલીસે હેરોઇન સાથે ધરપકડ કર છે. શ્રીલંકાના સ્થાનિક સમાચાર મુજબ મદુશંકા પોતાના વતન પન્નાલામાં લોકડાઉન દરમ્યાન પોતાના એક સાથી સાથે કારમાં ટ્રાવેલિંગ કરી રહ્યો હતો ત્યારે પોલીસે તેની ગાડીને અટકાવી હતી, પોલીસને તેની પાસેથી બે ગ્રામ  મળ્યું હતું.

મદુશંકાની ધરપકડ બાદ તેને કુલિયાપિટિયાના ન્યાયાધીશ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. ત્યાં તેને હાઈ કોર્ટ સમક્ષ રજૂ કરતાં પહોં ૧૪ દિવસ રિમાન્ડમાં રાખવાનો નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો.

(3:38 pm IST)