Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

પ્રેકટીસ મેચમાં ભારત વિરૂદ્ધ જીતથી અમારૂ મનોબળ વધશે : બોલ્ટ

લંડન, તા. ૨૭ : ભારત વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં સ્વિંગના કમાલ દેખાડનાર ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે કહ્યું કે, ટાઇટલનું પ્રબળ દાવેદાર વિરુદ્ધ આ જીતથી ન્યૂઝીલેન્ડનું વિશ્વ કપ પહેલા મનોબળ વધશે. બોલ્ટે ૩૩ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી.

બોલ્ટે કહ્યું, 'હા, પરંતુ જ્યારે સ્વિંગ નહીં મળે તો ત્યારથી મોટો પડકાર હશે.' ત્યારે અમારે કેમ વિકેટ મેળવવી. અમારે તેના પર ધ્યાન આપવું પડશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાલના મેચોમાં બેટ્સમેનોને ફાયદો થતો હતો અને માનવામાં આવી રહ્યું છે કે વિશ્વકપમાં મોટો સ્કોર બનશે.

(3:49 pm IST)