Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

અગાઉ કરતાં વધુ રનભૂખ્યો બન્યો છું : હાશિમ આમલા

મુંબઈ : રમતમાંથી બાકાત રહેવાના સમયમાં હું રન અને સફળતા માટે વધુ ભૂખ્યો બન્યો છું એવું પોતાના આગામી ત્રીજા વર્લ્ડ કપમાં રમનાર સાઉથ આફ્રિકાના બેટ્સમેન હાશિમ અમલાએ કહ્યું હતું. કુલ ૧૮,૦૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય રન કરનાર અમલા એક સમયે સાઉથ આફ્રિકાની ટીમનો મુખ્ય બેટ્સમેન હતો, પણ ફોર્મ ગુમાવી દેતાં તે ટીમમાંથી સ્થાન ગુમાવી બેઠો હતો.

આ વર્ષે તે શ્રીલંકા સામે વન-ડે શ્રેણીમાં રમ્યો નહોતો અને ઓપનિંગ બેટ્સમેન તરીકે ટીમમાં તેનું સ્થાન એઇડન માર્કરમ અને વાઇસ-કેપ્ટન કિવન્ટન ડીકોકે લીધું હતું. અમલા ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં પણ ગેરહાજર હતો. જોકે તેનું કહેવું છે કે લાંબી બાકાતીએ મારી રમતમાં સુધારો કર્યો છે. હું હવે પહેલાં કરતાં વધુ રન અને સફળતા માટે ભૂખ્યો બન્યો છું, એમ તેણે કહ્યું હતું. અમલાનો આ ત્રીજો વર્લ્ડ કપ હશે અને ઇંગ્લેન્ડમાં તેનો દેખાવ હંમેશાં સારો રહ્યો છે.

(3:48 pm IST)
  • રાહુલને અમદાવાદની કોર્ટમાં હાજરી આપવામાંંથી મુકિત : રાહુલ ગાંધી સામે બદનક્ષીના કેસનો મામલોઃ મેટ્રો પોલીટન કોર્ટમાં હાજર થવામાંથી મુકિત માંગીઃ નહેરૂની ૫૫મી વરસી હોવાથી માંગી મુકિતઃ કોર્ટે કારણો જોતા રાહુલ ગાંધીને મુકિત આપીઃ જુલાઇના બીજા સપ્તાહમાં સુનાવણી હાથ ધરાશે access_time 1:16 pm IST

  • અભિનેતા કરણ ઓબેરોય પર દુષ્કર્મનો આરોપ લગાવનાર મહિલા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો ;પીડિત મહિલા પોલીસમાં નોંધાવી ફરિયાદ :મુંબઈ પોલીસે કહ્યું જો જરૂર જણાયે પીડિતાને સુરક્ષા ઉપલબ્ધ કરાવાશે access_time 1:23 am IST

  • આસામમાં રાજ્યસભાની ટીકીટ રામ વિલાસ પાસવાનને ન આપી:ભાજપએ આસામમાં રાજ્યસભાની ટીકીટ કામાખ્યા પ્રસાદ તાસાને આપી છે. એવું મનાતું હતું કે અહીંથી રામ વિલાસ પાસવાનને ટીકીટ આપવામાં આવશે. access_time 9:51 pm IST