Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

ચેન્નાઈના શેન વોટ્સનની વિસ્ફોટક બેટીંગ :57 બોલમાં 11 ફોર અને 8 સિક્સર સાથે 117 રન ફટકાર્યા

આઈપીએલની ફાઇનલમાં સદી ફટકારનાર સૌ પ્રથમ ખેલાડી બન્યો

આઇપીએલ-2018ની ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિંગ્સનો વિજય થયો છે ચેન્નાઇ ત્રીજીવાર આઇપીએલ ચેમ્પિયન બન્યું છે ચેન્નાઈના શેન વોટ્સને આજે ફાઇનલ મેચમાં વિસ્ફોટક બેટિંગ કર્યું હતું શેને માત્ર 51 બોલમાં સદી પુરી કરી હતી આ સાથે આઈપીએલના ફાઈનલમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. વોટસન 57 બોલમાં 11 ફોર અને 8 સિક્સની મદદથી 117 રન બનાવી અણનમ રહ્યો હતો.

(11:20 pm IST)