Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

હવે કબડ્ડી ફેડરેશનમાં દિનેશ પટેલની પસંદગી

        અમદાવાદ, તા. ૨૭ : એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી તરીકે ગુજરાતના દિનેશ પટેલની પસંદગી તાજેતરમાં જયપુર ખાતે મળેલ મીટીંગમાં કરવામાં આવી હતી જે ગુજરાત માટે ગૌરવસમાન બાબત છે. ગીતા મંદિર વિસ્તારમાં શ્રમજીવી વ્યાયામ શાળા દ્વારા  ફ્રી કબડ્ડી કોચીંગ કેમ્પનું આયોજન થયું હતું. જેમાં ૭૦થી વધુ બાળકો વિવિધ રમતોમાં  ફીટનેસ, જ્ઞાન સાથે ગમ્મત તેમજ એક પાત્રિય અભિનય જેવી નાટ્યકલા સાથે મેમરી (યાદશક્તિ) વધે તે માટેના વિકાસ લક્ષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કોચીંગ કેમ્પના સમાપન કાર્યક્રમમાં વિવિધ રમતગમત ક્ષેત્રના નિષ્ણાંતો, ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત પ્રવચનો કર્યા હતા. વ્યાયામ શાળાના પ્રમુખ ગુણવંત મકવાણા અને મંત્રી જયંતિ પરમારના જણાવ્યાં અનુસાર ખોખરાના સિનીયર કોચ નિમેશ પટેલ, વડોદરા જિલ્લાના રમત-ગમત પ્રાધિકારી કેતુલ મહેરિયા અને અતિથિ તરીકે કબડ્ડી એસોસિએશનના સેક્રેટરી બી. કે. પરમાર તથા કબડ્ડી  બોપોના કોચ અશોક દેશપાંડે ઉપસ્થિત રહ્યાં હતા. રાજયમાં જ્યારથી ફીલ્મી હસ્તીઓએ જયારથી કબડ્ડીને પ્રોત્સાહન આપવાનો પ્રારંભ કર્યા છે ત્યારથી આજના ક્રીકેટ ફીવરમાં પણ કબડ્ડીનુ મહત્વ અંક બંઘ રહ્યું છે. રાજય કક્ષાની સ્પાર્ઘામાં ૭૫ જેટલા યુવાનોએ ભાગ લીઘો હતો.

(9:37 pm IST)