Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

ફ્રેન્ચ ઓપન : મહિલા વિજેતા

સેરેના વિલિયમ્સ લાંબા ગેપ બાદ ફરી સર્કિટમાં

     પેરિસ,તા. ૨૭ : જેની કરોડો ટેનિસ પ્રેમીઓ ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યા છે તે વર્ષની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ આજથી શરૂ થઇ રહી છે. પ્રથમ દિવસે રમાયેલી મેચમાં સ્ટાર ખેલાડીઓએ જીત મેળવીને બીજા રાઉન્ડમાં આગેકૂચ કરી લીધી હતી. આ વખતે પણ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં રાફેલ નડાલ ફેવરિટ તરીકે દેખાઈ રહ્યો છે જ્યારે મહિલા વર્ગમાં ચિત્ર હજુ સુધી સ્પષ્ટ થયું નથી. મહિલા વર્ગમાં વિજેતાની યાદી નીચે મુજબ છે.

*    ૨૦૦૦માં ફ્રાન્સની પિયર્સની સ્પેનની માર્ટિનેઝ પર ૬-૨,૭-૫થી જીત

*    ૨૦૦૧માં અમેરિકાની કેપ્રિઆટીની ક્લીત્જર્સ પર ૧-૬,૬-૪,૧૨-૧૦થી જીત

*    ૨૦૦૨માં અમેરિકાની સેરેનાની વિનસ પર ૭-૫,૬-૩થી જીત

*    ૨૦૦૩માં બેલારૂસની હેનીનની ક્લીત્જર્સ પર ૬-૦,૬-૪થી જીત

*    ૨૦૦૪માં રશિયાની મસ્કીનાની ડેમેનતીવા પર ૬-૧,૬-૨થી જીત

*    ૨૦૦૫માં બેરારૂસની હેનીનની મેરી પિયર્સ પર ૬-૧,૬-૨થી જીત

*    ૨૦૦૬માં બેલારૂસની હેનીનની કુઝનેત્સેવા પર ૬-૪,૬-૪થી જીત

*    ૨૦૦૭માં બેલારૂસની હેનીનની ઇવાનોવિક પર ૬-૧,૬-૨થી જીત

*    ૨૦૦૮માં સર્બિયાની ઇવાનોવિકની સાફીના પર ૬-૪,૬-૩થી જીત

*    ૨૦૦૯માં કુઝનેત્સોવાની સાફીના પર ૬-૪,૬-૨થી જીત

*    ૨૦૧૦માં સિચિવોનાની સ્ટોસર પર ૬-૪,૭-૬થી જીત

*    ૨૦૧૧માં ચીનની લિ નાની સિચિવોના પર ૬-૪,૭-૬થી જીત

*    ૨૦૧૨માં રશિયાની શારાપોવાની ઇરાની પર ૬-૩,૬-૨થી જીત

*    ૨૦૧૩માં અમેરિકાની સેરેનાની શારાપોવા પર ૬-૪, ૬-૪થી જીત

*    ૨૦૧૪માં શારાપોવાની હેલેપ પર ૬-૪,૬-૭,૬-૪થી જીત

*    ૨૦૧૫માં સેરેના વિલિયમ્સે સાફારોવા પર ૬-૩,૬-૭ અને ૬-૨થી જીત મેળવી હતી

*    ૨૦૧૬માં મુગુરુઝાએ સેરેના પર ૭-૫, ૬-૪થી જીત મેળવી હતી.

*    ૨૦૧૭માં જેલેના ઓસ્ટાપેન્કોએ સિમોના પર ૪-૬, ૬-૪, ૬-૩થી જીત મેળવી હતી

(8:23 pm IST)