Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

ફ્રેન્ચ ઓપન ટેનિસ : ૧૨૨મી એડિશનને લઈને રોમાંચકતા

ફ્રેન્ચ ઓપનનો ઈતિહાસ ખૂબ જ રોચક રહ્યો છે : ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન દ્વારા આયોજન કરવામાં આવે છે : દર વર્ષે ક્લે કોર્ટ પર ટેનિસ સ્પર્ધા રમાય છે

પેરિસ, તા. ૨૭ : ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપની આજથી શરૂઆત થઇ હતી. કરોડો ટેનિસ ચાહકોને હવે ૧૦મી જૂન સુધી ભારે રોમાંચની સ્થિતિ જોવા મળશે. ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ફ્રેન્ચ ઓપનની આ ૧૨૨મી એડિશન હોવાથી રોમાંચકતા વધારે છે. ઈનામી રકમની વાત કરવામાં આવે તો આંકડો ૩૯૧૯૭૦૦૦ યુરોનો છે. ફ્રેન્ચ ઓપન ટેનિસમાં રમાતી સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધા છે અને વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ તરીકે તેને ગણવામાં આવે છે. ફ્રેન્ચ ઓપનમાં દર વર્ષે સિંગલ્સ, ડબલ્સ, મિક્સ ડબલ્સ, જુનિયર, વ્હીલચેર સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ક્લે કોર્ટ પર રમાતી આ સ્પર્ધાનું ખાસ મહત્વ રહેલું છે. વર્તમાન ચેમ્પિયનમાં પુરૂષ વર્ગમાં રાફેલ નડાલ અને મહિલા વર્ગમાં જેલેના ઓસ્ટાપિન્કો છે. જ્યારે પુરૂષ ડબલ્સમાં રેયાન હેરિસન અને માઇકલ વિનસની જોડી વિજેતા બની હતી. પેરિસમાં રોલેન્ડ ગેરોસ ખાતે દર વર્ષે આનું આયોજન કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટ ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન દ્વારા ચલાવવામાં આવે છે.

ગ્રાન્ડસ્લેમની કેટેગરી હેઠળ તે ગણાય છે. ટુર્નામેન્ટમાં પુરૂષ અને મહિલા સિંગલ્સ વર્ગ, ડબલ્સ ડ્રોની જાહેરાત કરવામાં આવે છે.  ૨૨થી વધુ કોર્ટ ઉપર આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રણ મુખ્ય શો કોર્ટ છે. ઈનામી રકમની વાત કરવામાં આવે તો આ વખતે પુરૂષોના વર્ગમાં સિંગલ્સ વિજેતા અને મહિલા સિંગલ્સ વિજેતાને એક સમાન ઈનામી રકમ આપવામાં આવનાર છે. આ વખતે પુરુષો અને મહિલા વર્ગ ઉપરાંત હમેશની જેમ જ મિક્સ્ડ ડબલ્સ, મહિલા ડબલ્સ અને પુરુષ ડબલ્સ પણ રમાનાર છે.

ફ્રેન્ચ ઓપન પ્રોફાઈલ...

સ્પર્ધા શરૂ થશે...................................... ૨૭મી મે

સ્પર્ધા ચાલશે..................................... ૧૦મી જૂન

એડિશન રહેશે............................................ ૧૨૨

કેટેગરી............................................... ગ્રાન્ડસ્લેમ

ઈનામી રકમ............................... ૩૯૯૭૦૦ યુરો

સરફેઝ......................................................... ક્લે

શહેર........................................................ પેરિસ

સ્થળ.............................................. રોલેન્ડગેરોસ

વર્તમાન પુરૂષ વિજેતા..................... રાફેલ નડાલ

વર્તમાન મહિલા વિજેતા......... જેલેના ઓસ્ટાપિન્કો

મિક્સ ડબલ્સ વિજેતા................ ડબ્રોવસ્કી-બોપન્ના

મહિલા ડબલ્સ વિજેતા........... મેટેકસેન્ડ-સાફારોવા

પુરુષ ડબલ્સ વિજેતા રેયાન હેરિસ-માઇકલ વિનસ

ફ્રેન્ચ ઓપન : ઈનામ

પેરિસ, તા. ૨૭ : ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપની આજથી શરૂઆત થઇ હતી. કરોડો ટેનિસ ચાહકોને હવે ૧૦મી જૂન સુધી ભારે રોમાંચની સ્થિતિ જોવા મળશે. ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

સિંગલ્સ ટેનિસ

વિજેતા............................................. ૧૮૦૦૦૦૦

ફાઈનાલિસ્ટ........................................ ૯૦૦૦૦૦

સેમિફાઈનાલિસ્ટ.................................. ૪૫૦૦૦૦

ક્વાર્ટર ફાઈનાલિસ્ટ............................. ૨૫૦૦૦૦

રાઉન્ડ ૧૬......................................... ૧૪૫૦૦૦

રાઉન્ડ ૩૨............................................ ૮૫૦૦૦

ડબલ્સ ટેનિસ

વિજેતા............................................... ૪૫૦૦૦૦

ફાઈનાલિસ્ટ........................................ ૨૨૫૦૦૦

સેમિફાઈનાલિસ્ટ.................................. ૧૧૨૫૦૦

ક્વાર્ટર ફાઈનાલિસ્ટ............................... ૬૧૦૦૦

રાઉન્ડ ૧૬............................................ ૩૩૦૦૦

રાઉન્ડ ૩૨............................................ ૧૮૦૦૦

મિક્સ ડબલ્સ

વિજેતા............................................... ૧૧૪૦૦૦

ફાઈનાલિસ્ટ........................................... ૫૭૦૦૦

સેમિફાઈનાલિસ્ટ.................................... ૨૮૦૦૦

ક્વાર્ટર ફાઈનાલિસ્ટ............................... ૧૫૦૦૦

નોંધ : તમામ યુરો ચલણમાં છે.

(8:22 pm IST)