Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

અર્જુન એવોર્ડ માટે રવિન્દ્ર જાડેજા સહીત ચાર નામ મોકલાયા :પરિવારમાં ખુશીનો માહોલ

બીસીસીઆઈ દ્વારા અર્જુન એવોર્ડ માટે પૂનમ યાદવ, મોહમંદ સામી. જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાના નામની ભલામણ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ વર્ષે અર્જુન એવોર્ડ માટે સૌરાષ્ટ્રના રવિન્દ્ર જાડેજા સહીત ચાર ક્રિકેટરોના નામની ભલામણ કરી છે.જેમાં મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા અને પૂનમ યાદવ સામેલ છે.

   શમી, બુમરાહ અને જાડેજા પુરૂષ ક્રિકેટર છે અને વિશ્વ કપની ટીમમાં છે. પૂનમ યાદવ મહિલા ક્રિકેટર છે બીસીસીઆઈએ અર્જુન એવોર્ડ માટે પૂનમ યાદવ, મોહમંદ સામી. જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાના નામ રમત-ગમત મંત્રાલયને મોકલ્યા છે.  રમત-ગમતમાં સારૂ પ્રદર્શન કરનારા ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. ત્યારે આગામી દિવસોમાં આ તમામ ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

   રવિન્દ્ર જાડેજાએ 41 ટેસ્ટ મેચમાં 192 વિકેટ જ્યારે 151 વન-ડેમાં 174 વિકેટ લીધી છે. જ્યારે 40 ટી-20 મેચમાં 31 વિકેટ લીધી છે. જ્યારે બુમરાહે 10 ટેસ્ટમાં 49 અને 49 વન-ડેમાં 85 વિકેટ લીધી છે. આ ઉપરાંત બુમરાના નામે 42 ટી-20માં 51 વિકેટ છે. રવિન્દ્ર જાડેજાનું નામ અર્જૂન એવોર્ડ માટે મોકલાતા જાડેજાના પરિવારમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.પત્ની રિવાબાએ બીસીસીઆઈનો આભાર પણ માન્યો છે.

(12:33 am IST)