Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સાયના-સિંધુ હારતા ભારતીય અભિયાનનો અંત

નવી દિલ્હી: ભારતીય સ્ટાર શટલર સાઇના નેહવાલ, પીવી સિંધુ તથા સમીર વર્મા પોતપોતાના મુકાબલા હારી જતાં એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતના અભિયાનનો અંત આવી ગયો હતો. વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં સાતમી ક્રમાંકિત સાઇના નેહવાલને જાપાનીઝ ખેલાડી અકાને યામાગુચીએ પરાજય આપ્યો હતો. ત્રીજી ક્રમાંકિત યામાગુચીએ મુકાબલાને ૨૧-૧૩, ૨૧-૨૩, ૨૧-૧૬થી જીતી લીધી હતો. બીજી તરફ વિશ્વની છઠ્ઠી ક્રમાંકિત પીવી સિંધુને તેના કરતાં ૧૧ ક્રમાંકિત પાછળ રહેલી ચાઇનીઝ શટલર કેઇ યાનયાન સામે પરાજયનો સામનો કરવો પડયો હતો. યાનયાને આ મુકાબલો૨૧-૧૯, ૨૧-૯થી જીતીને સેમિ.માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.

(5:34 pm IST)