Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

આઈસીસી વર્લ્ડ કપમાં 6 સ્ટેડિયમમાં નવ લીગ રમાશે

નવી દિલ્હી:આવતા વર્ષે ઈંગ્લેન્ડની ભૂમિ પર યોજાનારા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતને ૩૩ દિવસમાં જુદા-જુદા સ્ટેડિયોમાં તેની નવ લીગ મેચો રમવાની છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે આગામી વર્લ્ડ કપના વિસ્તૃત કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે, જે અંતર્ગત તારીખ ૩૦મી મે, ૨૦૧૯ના રોજ ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકામાં ઓવલમાં રમાનારી વન ડેની સાથે વર્લ્ડ કપનો પ્રારંભ થશે. જ્યારે ભારત તેની પ્રથમ મેચમાં તારીખ પાંચમી જૂને સાઉથ આફ્રિકા સામે સાઉથમ્પ્ટનમાં રમશે. જ્યારે ભારતની તેના પરંપરાગત હરિફ પાકિસ્તાન સામેની મેચ તારીખ ૧૬મી જુને માન્ચેસ્ટર ખાતે યોજાશે. વર્ષ ૨૦૧૯માં યુનાઈટેડ કિંગ્ડમમાં રમાનારા આઇસીસી વર્લ્ડ કપમાં .. ૧૯૯૨ના વર્લ્ડ કપની જેમ તમામ ટીમો એકબીજાની સામે લીગ મેચો રમશે. કારણે દસ ટીમોના  વર્લ્ડ કપમાં એક ટીમને કુલ નવ લીગ મેચો રમવાની આવશે. આયોજકોએ ૪૫ લીગ મેચો અને ત્યાર બાદની બે સેમિ ફાઈનલ્સ તેમજ એક ફાઇનલ મેચ માટે કુલ ૧૧ સ્થળોની પસંદગી કરી છે. વર્લ્ડ કપની સેમિ ફાઇનલ અને ૧૧ જુલાઈએ રમાશે. જ્યારે ફાઈનલ મુકાબલો ૧૪મી જુલાઈએ લોર્ડ્ઝના ઐતિહાસિક મેદાન પર રમાશે. વળી, વર્લ્ડ કપની તમામ નોકઆઉટ મેચો માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે અને મેચો દિવસ દરમિયાન રમાશે. ૪૬ દિવસની આઇસીસીની મેગા ઈવેન્ટમાં સૌથી વધુ મેચો માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાશે. જ્યારે સાઉથમ્પ્ટન, માન્ચેસ્ટર અને એજબેસ્ટોનમાં ભારત બે-બે મેચો રમશે. જ્યારે ઓવલ, નોટિંગહામ અને લીડ્ઝમાં ભારતની એક-એક લીગ મેચનું આયોજન કરવામાં આવશે

(4:27 pm IST)