Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

2028ના ઓલમ્પિકમાં આઇસીસીને ક્રિકેટને સામેલ કરાય તેવી ઉમ્મીદ

નવી દિલ્હી: ક્રિકેટની 2028 લાસ એન્જીલીસ રમતોમાં ઓલમ્પિકમાં વાપસી થઇ શકે છે. આઇસીસીએ પોતાની ત્રિમાસિક બેઠક દરમિયાન દર ચાર વર્ષે યોજાનાર ઉનાળુ રમતમાં ક્રિકેટને સામેલ કરવામાં આવે તેવી ઉમ્મીદ છે. ઓલમ્પિક 2024માં નવી રમતોને સ્થાન આપવાની અવધિ પુરી થઇ ગઈ છે.અને આઈસીસીના મુખ્ય ડેવિડ રિચર્ડસનાએ કહ્યું કે 2028 લાસ એન્જીલીસમાં ક્રિકેટને સ્થાન મળે તેવી ઉમ્મીદ રાખવામાં આવે છે કારણ કે  આ વર્ષે નવી રમતોને સ્થાન આપવામાં આવેશે તેવું કહ્યું છે.

(4:26 pm IST)