Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ભારત - પાક. ક્રિકેટ બોર્ડની સહમતી હશે તો જ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ રમાશે

આઈસીસીએ તમામ ૧૦૪ દેશોને આપ્યો ટી-૨૦ ઈન્ટરનેશનલ દરજ્જો

આઈસીસીએ એક ઐતિહાસિક નિર્ણય લેતા તમામ ૧૦૪ દેશોને ટી-૨૦ ઈન્ટરનેશનલનો દરજ્જો આપ્યો હતો. એનો અર્થ એવો છે કે આર્જેન્ટીના અને પપુઆ ન્યુ ગિની વચ્ચે રમાનારી ટી-૨૦ મેચ પણ આંતરરાષ્ટ્રીય દરજ્જાની ગણાશે.

આઈસીસીની બેઠક બાદ ચીફ એકિઝકયુટીવ ઓફીસર ડેવિડ રિચર્ડસને જણાવ્યુ હતું કે ક્રિકેટ રમતા સભ્ય દેશો સહેલાઈથી આ રમત રમી શકે એ માટે તમામ પ્રક્રિયાને બહુ સરળ બનાવાઈ છે. જુલાઈ ૨૦૧૮થી તમામ મહિલા ટીમોને ટી-૨૦થી તમામ મહિલા ટીમોને ટી-૨૦નો દરજ્જો આપવામાં આવશે અને ૨૦૧૯ની પહેલી જાન્યુઆરીથી તમામ પુરૂષોની ટીમને ટી-૨૦નો દરજ્જો આપવામાં આવશે.

તાજેતરમાં સાઉથ આફ્રિકા સામેની મેચમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવન સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરન બેનક્રોફટે બોલ સાથે ચેડા કર્યા હતા. તેમના પર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે મૂકેલા આકરા પ્રતિબંધના મામલે આઈસીસીએ જણાવ્યુ હતું કે ખેલાડીઓ દ્વારા આચારસંહિતાના ભંગ બદલ આકરી સજા કરવામાં આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સીરીઝને લઈને આઈસીસીએ કહ્યુ હતું કે આ મામલે બંને દેશોના ક્રિકેટ બોર્ડની સહમતીથી જ વાત આગળ વધશે.

(12:49 pm IST)