Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

બેરસ્‍ટો- પાટીદાર પણ ઈજાગ્રસ્‍તોમાં જોડાતાં આઈપીએલની ‘ઈન્‍જર્ડ સ્‍કવોડ' તૈયાર!

૧૫ ખેલાડીઓ ઈજાગ્રસ્‍તઃ કોઈ આખી આઈપીએલ નહીં રમે, તો કોઈ શરૂઆતની અમુક મેચ ગુમાવશે

નવી દિલ્‍હીઃ ઈન્‍ડિયન પ્રીમીયર લીગની૧૬મી સીઝન શરૂ થશે. જોકે એના આરંભ પહેલાં ટુર્નામેન્‍ટની મોટા ભાગની ટીમના એક કે વધુ ખેલાડી ઈજાગ્રસ્‍ત છે જેમાંના કેટલાક ખેલાડી આખી આઇપીએલ નથી રમવાના અને કેટલાક પ્‍લેયર શરૂઆતની અમુક મેચો ગુમાવશે. અમુક ખેલાડીની ઈજા નજીવી હોવાથી તેઓ શરૂઆતથી રમે પણ ખરા. જોકે સાઉથ આફ્રિકા, બંગલાદેશ અને શ્રીલંકાના કેટલાક ખેલાડીઓ પહેલા અઠવાડિયાની મેચો ગુમાવશે. એ તો ઠીક, પણ ઇંગ્‍લેન્‍ડ તથા ઓસ્‍ટ્રેલિયાના કેટલાક પ્‍લેયર્સ ઇન્‍ટરનેશનલ મેચો રમવાના હોવાથી આઇપીએલમાં પ્‍લે-ઓફ રાઉન્‍ડ પહેલાં જ સ્‍પર્ધામાંથી રવાના થઈ જશે.

મુંબઈ ઇન્‍ડિયન્‍સનો વાઇસ-કેપ્‍ટન અને ફાસ્‍ટ બોલર જસપ્રીત બુમરાહ પીઠની સર્જરી કરાવવાને પગલે આઇપીએલની બહાર થઈ ગયો છે. દિલ્‍હી કેપિટલ્‍સનો રિષભ પંત કાર- અકસ્‍માતને કારણે આખી આઇપીએલ નહીં રમી શકે અને રાજસ્‍થાન રોયલ્‍સનો પેસ બોલર પણ એકેય મેચ નહીં રમે. ગઈકાલે થયેલી જાહેરાત મુજબ પંજાબ કિંગ્‍સે ઈજાને કારણે ઇંગ્‍લેન્‍ડનો ઓલરાઉન્‍ડર જોની બેરસ્‍ટો ગુમાવ્‍યો છે, જ્‍યારે રયલ ચેલેન્‍જર્સ બેન્‍ગલોરનો હાર્ડ હીટર રજત પાટીદાર પગની એડીના દુખાવાને લીધે અડધા ભાગની મેચો ગુમાવે એવી સંભાવના છે.

બેરસ્‍ટોના સ્‍થાને પંજાબના ફ્‌ેન્‍ચાઇઝીએ ઓસ્‍ટ્રેલિયાના નવા બેટિંગ- ઓલરાઉન્‍ડર મેથ્‍યુ શોર્ટને સાઇન કર્યો છે.

ક્‍લકત્તા નાઈટ રાઇડર્સનો શ્રેયસ એયર પણ આ વખતની આઇપીએલ ગુમાવશે. રાજસ્‍થાનનો કેરિબિયન ખેલાડી ઓબેક મકોય પણ આઇપીએલ ગુમાવશે, જ્‍યારે લખનઉ સુપર જાયન્‍ટ્‍સનો લેફ્‌ટ- આર્મ ફાસ્‍ટબોલર મોહસિન ખાન ખભાની ઈજાને લીધે ટુર્નામેન્‍ટની મોટા ભાગની મેચો ગુમાવશે. કલકત્તાના નીતિશ રાણાને બે દિવસ પહેલાં જ પગની ઘૂંટીમાં ઈજા થઈ છે અને તે કદાચ શરૂઆતની અમુક મેચોમાં નહીં રમે. કિવી ફાસ્‍ટ બોલર લોકી ફર્ગ્‍યુસન સાથળની ઈજાને કારણે કલકત્તા વતી કેટલીક મેચો ગુમાવશે.

(4:29 pm IST)