Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ગજા બહારની કસરત કરતા પહેલા ચેતજોઃ વધારે પડતુ વજન ઉંચકવા જતા ઇંગ્‍લેનડના બોડી બિલ્‍ડર રાયન કોલીના ખભાની માંસપેશીઓ ફાટી ગઇ

દુબઇઃ એકસરસાઇઝ સારી વાત છે. પરંતુ ગજા બહારની કસરત કરતા પહેલાં ચેતવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં વધારે પડતુ વજન ઊંચકવા જતાં બોજી બિલ્ડરની ખભાની માંસપેશિશો ફાટી ગઇ. પરિણામે 27 લાખ રુપિયાની સર્જરી કરાવવી પડી. દુબઇમાં રાયન ક્રોલી નામના બોડી બિલ્ડર સાથે આ ભયાનક ઘટના થઇ.

રાયન જિમમાં ટ્રેનરની મદદથી બેન્ચ પ્રેસ એકસરસાઇઝ કરી રહ્યો હતો. પરંતુ તે દરમિયાન વધારે પડતા વજનને કારણે તેનું બેલેન્સ બગડી ગયું, જેને પગલે તેના જમણા ખભા પાસેની માંશપેશિયો ફાટી ગઇ અને તેને હોસ્પિટલ દાખલ કરવો પડ્યો.

180 કિલો વજન ઊંચકતા થયેલી ઘટના

એકસરાઇઝ વખતે મદદ કરી રહેલો ટ્રેનર ધ્યાન રાખી રહ્યો હતો કે કસરત કરતા વજન રાયનના માથા પર પડી ન જાય. જાણવા મળ્યુ છે આ કસરત કરતી વખતે રાયને 180 કિલો વજન ઉંચક્યું હતું. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે રાયન બેન્ચ પ્રેસ દરમિયાન ભારે વજન ઉપર લઇ જઇ રહ્યો છે, ત્યારે જ અચાનક તેના જમણા ખભા પાસેની માંશપેશિ ફાટી જાય છે અને તે દુઃખાવાથી પીડાતા એકદમ ખસીને મશીનથી ઉતરી જાય છે.

ગોફંડમી પર 5 જ દિવસમાં રકમ આવી ગઇ

આ ઘટના બાદ રાયનને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સર્જરી પાછળ આશરે 27 લાખ રુપિયાનો ખર્ચ થવાનું કહેવાયું હતું. તેથી રાયનના કોચ રેલીએ ગોફંડ મી પર મદદ માંગી હતી. આ ફંડ પેજ પર રાયન માટે 5 જ દિવસમાં 38 હજાર ડોલર (આશરે 27 લાખ રુપિયાની રકમ) ભેગી થઇ હતી. રાયન મૂળ ઇંગ્લેન્ડનો છે અને દુબઇમાં તેમનો વીમો મેડિકલ્સ બિલ કવર કરી શકતો નહતો. તેથઈ આટલી મોટી રકમ માટે ગોફંડ મીનો સહારો લેવો પડ્યો હતો.

સર્જરીમાં 4 કલાક લાગ્યા, હજુ પણ આખા શરીર પર સોજો

સર્જરી બાદ રાયને ઇંસ્ટાગ્રામ પર જણાવ્યું કે આ સર્જરી માત્ર એક કલાકની હતી. પરંતુ દુર્ભાગ્યે તેમાં 4 કલાક થઇ ગયા. સર્જરી પહેલાં હું બહુ ડરી ગયો હતો. મને ભય હતો કે મારુ બોડી બિલ્ડિગ કેરિયર શરુ થતાં પહેલાં જ ખતમ ન થઇ જાય.

રાયને વધુમાં લખ્યું કે મને હજુ પણ બહુ દુઃખાવો થઇ રહ્યો છે. માથાથી લઇને પગ સુધી મારા આખું શરીર પર સોજો આવી ગયો છે. પરંતુ ખરી કસોટી હવે શરુ થશે. મારે સૌથી પહેલાં તો પોતાના હાથની સાથે ઘરમાં કમ્ફર્ટેબલ થવું પડશે. પછી ધીમે-ધીમે જિમ જવાની શરુઆત થશે.

(6:51 pm IST)