Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

લોકડાઉન છતાં આઈપીએલની તૈયારી કરી રહ્યો છે બેન સ્ટોકસ

લંડન : દુનિયા લોકડાઉન છે છતાં ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર બેન સ્ટોકસ હાલમાં આઇપીએલની તૈયારી કરી રહ્યો છે. આ વાતની જાણ પણ તેણે પોતે જ કરી છે. કોરેનાને લીધે બીસીસીઆઇએ આઇપીએલ પર ૧૫ એપ્રિલ સુધી પ્રતિબંધ મૂકયો છે.

આ વિશે સ્ટોકસે કહ્યું કે 'આજના સમયમાં મારી આગામી કોમ્પિટેટિવ ક્રિકેટ આઇપીએલ હશે. મને લાગે છે કે મારે નેકસ્ટ ક્રિકેટ આઇપીએલમાં રમવાની છે, પણ સાથે એ હું પણ જાણું છું કે કદાચ એ ન પણ રમાય. મારે મારી જાતને ફિઝિકલી ફિટ રાખવી છે, કેમ કે જો આઇપીએલ રમાય તો હું એ માટે તૈયાર રહું. હું ત્રણ અઠવાડિયાંનો આરામ કરીને ર૦ એપ્રિલે આઇપીએલની મેચ રમાય તો ફિટ ન રહી શકું. મારા ખ્યાલથી એ રમાશે અને જો એ રમાય તો હું પાછળ રહેવા નથી માગતો.'

(3:29 pm IST)